Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ગોંડલમાં રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ પ્રારંભ

 ગોંડલ : ગોંડલ દાસીજીવણ સત્‍સંગ મંડળ તેમજ હેરી ગ્રૂપ ગોંડલ દ્વારા લાંબા સમયના વિરામ બાદ સ્‍વ. હરદિપસિંહ કિશોરસિંહ રાણા (ચોરડી) સ્‍મરણાથે ઓલ ઈન્‍ડિયા રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ આયોજન કરવામાંઆવ્‍યું.જેમાં ઓલ ઈન્‍ડિયાની કુલ ૭૨ ટીમો એ ભાગ લીધો છે. આ ટુર્નામેન્‍ટ માં વિજેતા થનાર ટીમને રૂ. ૧,૧૧,૧૧૧નું રોકડ પુરસ્‍કાર તેમજ રનર્સ અપ થનાર ટીમને રૂ.૫૫,૫૫૫ નું રોકડ પુરસ્‍કાર તેમજ ટી.વી તેમજ મોબાઈલ ફોન જેવા આકર્ષક ઇનામો આપવામાં આવશે. આ ટુર્નામેન્‍ટ નું લાઈવ ટેલિકાસ ળ્‍બ્‍શ્‍વ્‍શ્‍ગ્‍ચ્‍ ના માધ્‍યમ થી થઈ રહ્યું છે. આ ટુર્નામેન્‍ટમાં ટીમગણેશ-ગોંડલનો સાથ સહયોગ મળ્‍યો છે.ગોંડલના ઐતિહાસિક સંગ્રામજી હાઈસ્‍કૂલના ગ્રાઉન્‍ડ ૮ લાઇટિંગ ટાવરથી સજ આ ટુર્નામેન્‍ટ ૨૦ દિવસ ચાલસે. જેમાં આજ રોજ ટુર્નામેન્‍ટના પ્રારંભે ગોંડલ ના યુવા અગ્રણી જ્‍યોતિરાદિત્‍યસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઇ ઢોલરીયા, વાઈસ ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, ગોંડલ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ    પ્રવીણભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,આશીફભાઈ ઝકરિયા, નરેન્‍દ્રસિંહ રાણા (ભગતભાઈ), કિશોરસિંહ રાણા (ચોરડી), ગોમટા જૂથ સેવા સહકારી મંડળીના પ્રમુખ બીપીનભાઈ વાછણી, નિવળત નાયબ મામલતદાર અશોકભાઈ મકવાણા, મૂળરાજસિંહ  તેમજ અન્‍ય મહાનુભાવોના હાથે આ દીપ પ્રાગટય કરી આ ટુર્નામેન્‍ટનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. આ સમગ્ર આયોજન ને સફળ બનાવા હેરી ગ્રૂપ ના સભ્‍યો દ્વારા છેલ્લા ૧ મહિના થી મહેનત કરી રહ્યા હતાં.

(11:43 am IST)