Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

મોરબીના રફાળેશ્વરના ગણેશ ઝાપડા અને તેના ભાઇ ગોપાલ પર ધોકાવાળી

ગણેશ ચોકડીએ પોલીસમેન મિત્ર સાથે ચા પીવા ઉભો હોઇ રાધે ઉર્ફ કાલી સહિતે ખાર રાખી હુમલો કર્યાનો આક્ષેપઃ ઘાયલ થયેલાને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૭: મોરબીના રફાળેશ્વરમાં રહેતાં ગણેશ રણછોડભાઇ ઝાપડા (ભરવાડ) (ઉ.૨૧) અને તેના ભાઇ ગોપાલ રણછોડભાઇ ઝાપડા (ઉ.૨૬) પર તે રફાળીયા ચોકડીએ હોટલ પાસે હતાં ત્‍યારે રાધે ઉર્ફ કાલી અને અજાણ્‍યા શખ્‍સોએ ધોકાથી માર મારતાં બંનેને મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

ગણેશ કારખાનામાં કામ કરે છે અને ગોપાલ સિરામીકમાં કામ કરે છે. ગણેશે કહ્યું હતું કે પોતે રાતે સાડા દસેક વાગ્‍યે રફાળીયા ચોકડીએ ચા પીવા આવ્‍યો હતો. અહિ પોલીસમેન મિત્ર મળી જતાં તેની સાથે વાતો કરી ચા પીધી હતી. પોલીસમેન જતા રહ્યા બાદ રાધે ઉર્ફ કાલી સહિતનાએ આવી તું કેમ પોલીસ સાથે ઉભો રહી વાતો કરે છે? કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. એ દરમિયાન ગણેશનો ભાઇ ગોપાલ આવી જતાં તેના પર પણ હુમલો કરાયો હતો.

(11:43 am IST)