Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જેતપુર લાયન્‍સ પ્રાયમરી સ્‍કુલમાં ‘‘સ્‍નેહનો સિંહમેળો- ૨૦૨૨ યોજાયો''

નવાગઢઃ લાયન્‍સ પ્રાયમરી સ્‍કુલ જેતપુર દ્વારા ૧૯૯૧- ૯૨ની બેચના વિદ્યાર્થીઓ માટે જે.એફ.એમ ફૂડ મોલ ખાતે સ્‍નેહમિલન સમારોહ યોજાયો હતો. જેમાં ત્રીસ વર્ષ બાદ સહપાઠીઓનો મળીને શૈશવના સ્‍મરણો યાદ કર્યા હતા. આ તકે શિક્ષકોએ હાજર રહી આશિર્વાદ આપ્‍યા હતા. ગુરુજનો દ્વારા શિલ્‍ડ, સ્‍કુલના લોગાવાળી કેપ, રિસ્‍ટબેન્‍ટ, ટીશર્ટ અને વોટર બોટલ અપાઇ હતી. સફળ બનાવવા દીપેન પૅડિયા, અલ્‍પેશ  ભૂવા, આનંદ મંકોડીયા તેજસ બોસમિયા, ચિરાગ દેસાઇ, વૈભવ કાલરીયાએ જહેમત ઉઠાવી હતી. શ્વેતાબેન દામાણી, શીતલબેન મચ્‍છર, ચેતનાબેન આચાર્યને સૌએ બિરદાવ્‍યા હતા.(તસ્‍વીર અહેવાલઃ નીતીન વાસાણી નવાગઢ)

(11:08 am IST)