Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

હળવદ દુર્ઘટનાના વિધવા બહેનોને આજીવન પેન્‍શનના સહાયપત્રો અપાયા

(દીપક  જ ાની દ્વારા) હળવદઃ તા. ૨૭: ગત અઠવાડીયે જીઆઇડીસી ખાતે  થયેલ દુર્ઘટનામાં પતિ ગુમાવનાર વિધવા બહેનોને ગંગા સ્‍વરૂપ પેન્‍શન યોજનાના મંજૂરી આદેશપત્રો અપાયા હતા.  જે અંતર્ગત બહેનોને દર મહિને ૧૨૮૦ રૂપિયા પેન્‍શન મળશે. જેમાં શાંતાબેન રમેશભાઇ પીરાણા, રમીલાબેન રાજેશભાઇ મકવાણા, શારદાબેન રમેશભાઇ મકવાણાને મામલતદાર કચેરી ખાતે આદેશ પત્રો અપાયા હતા.

કાર્યક્રમમાં ડો. દિપીકાબેન સરડવા,પરસોત્તમભાઇ સાબરીયા, નાનજીભાઇ ભાટી, રણછોડભાઇ દલવાડી, સંગીતાબેન ભીમાણી, રંજનબેન મકવાણા, વાસુદેવભાઇ સીનોજીયા, કેતનભાઇ દવે, વલ્લભભાઇ પટેલ, તપનલાલ દવે હાજર રહ્યા હતા. ઉપરાંત પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચ બાળકોને દર મહિને ૩૦૦૦ રૂપિયાની સહાય મળે તે માટેની કામગીરી સમાજ સુરક્ષા વિભાગના અનીલા બેન પીપલીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે.

(11:05 am IST)