Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કચ્‍છમાં તારાચંદભાઇ છેડાને પ્રથમ માસિક પુણ્‍યતિથીએ શ્રધ્‍ધાંજલી અર્પણ

શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ(કચ્‍છ) ભુજ દ્વારા નિરણ કેન્‍દ્ર,મોક્ષ વાહીની અને આરોગ્‍ય સહાયક કાર્ડ વિગેરેની સેવા શરૂ કરાઇ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭: જૈન સમાજરત્‍ન, અનશન વ્રતધારી તારાચંદભાઇ છેડાની પ્રથમ માસિક પુણ્‍યતિથીએ શ્રી ક.વી.આ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ (કચ્‍છ) ભુજ દ્વારા વિવિધ સેવાકીય પ્રકલ્‍પો શરૂ કરી સેવાકીય કાર્યો સાથે અંજલી આપવામાં આવી હતી.

આ પ્રસંગે કાર્યક્રમના પ્રમુખ સ્‍થાનેથી નગરપતિ ધનશ્‍યામભાઇ ઠકકરે જણાવ્‍યું કે એક વડીલ તરીકે તારાચંદભાઇ છેડા તેમના માટે રાજકીય તથા સેવાકીય ક્ષેત્રે પ્રેરણાષાોત રહ્યાં છે. નાનામાં નાના વ્‍યકિત સાથે સહજભાવે હળીમળી જવાનો સરળ સ્‍વભાવ અને જરૂરતમંદ વ્‍યકિતઓ માટેની જીવદયા ક્ષેત્રે તારાચંદભાઇની સેવાભાવ બેજોડ હતી. સમસ્‍ત કચ્‍છમાં ગોૈસેવા અને માનવસેવા માટેના તેમના સેવાકાર્યો હંમેશા સોૈને યાદ રહેશે. આજે તેમના ાપરિવાર અને સુપુત્ર જીગરભાઇ છેડાએ બંને સંસ્‍થાઓના નેજા તળે સેવાકીય પ્રકલ્‍પો શરૂ કરી પિતાશ્રીના પગલે સેવાકીય પંથે ચાલવાનો કરેલા સંકલ્‍પ અને પ્રયાસ આજ રીતે આગળ વધતો રહે એવી પ્રાર્થના.

બંને સંસ્‍થાઓના પ્રમુખ જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્‍યું કે પાંચ ગાડી ઘાસ દ્વારા અબડાસાના બે, અંજાર, મુંદરા, માંડવી મધ્‍યે એક એક એમ કુલ્લ પાંચ નિરણ કેન્‍દ્રોની શરૂઆત થઇ રહી છે. ધીરે ધીરે તબક્કાવાર અન્‍ય ગામોમાં જરૂરત અનુસાર વધુ નિરણકેન્‍દ્રો દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત ભુજ શહેર તથા તેની આસપાસના વિસ્‍તારો માટે વિના મૂલ્‍યે મોક્ષ (શબ વાહિની)ની સેવાનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. ભુજ મધ્‍યે રહેતા ક.વી.ઓ. સમાજના સદસ્‍યા માટે આરોગ્‍ય સહાય હેતુ માતૃલ્‍ય કાર્ડ સેવા શરૂ કરાઇ રહી છે.

 પોતાના પિતા તારાચંદભાઇના સેવાકીય કાર્યોને આગળ ધપાવવાનો સંકલ્‍પ  જીગરભાઇ છેડાએ દોહરાવ્‍યો હતો. સેવાકીય પ્રકલ્‍પો સાથે વિજયનગર અને નવનીત નગર જીનાલય મધ્‍યે શ્રી મનિસુવ્રતસ્‍વામીના જન્‍મકલ્‍યાણક પ્રસંગે પંચ કલ્‍યાણક પુજા ભણાવવામાં આવી હતી. જીવદયા અર્થે તારાચંદભાઇ છેડાની સ્‍મૃતિમાં શ્રી અચલગચ્‍છ જૈન સંઘ ભુજ દ્વારા રૂા.૨૧ હજાર અને પંકજભાઇ વીરજી ઘરોડ પત્રીવાળા પરિવાર દ્વારા રૂા.૧૧ હજારનું અનુદાન સંસ્‍થાને અપાયું હતું.

આ પ્રસંગેજૈન સાત સંઘ ભુજના પ્રમુખ સ્‍મિતભાઇ ઝવેરી, ભુજ નગરપાલિકાના નગર સેવક ધીરેન ભાઇ શાહ, કચ્‍છ જિલ્લા મહિલા ભાજપના અધ્‍યક્ષા ગોદાવરીબેન ઠક્કર, વાગડ બે ચોવીસી જૈન સમાજના પ્રમુખ ભદ્રેશભાઇ શાહ, ખતરગચ્‍છ જૈન સંધના પ્રમુખ રજનીભાઇ પટવા, અચલગચ્‍છ જૈન સંઘના પ્રમુખ મહેન્‍દ્રભાઇ શાહ, ભરતભાઇ ઘી વાળા, સુપાર્શ્વ જૈન સેવા મંડળના પ્રમુખ કોૈશલભાઇ મહેતા , અંજાર આડાના પુર્વ પ્રમુખ ભરતભાઇ શાહ, માંડવીના જૈન આગેવાન અમુલભાઇ દેઢીયા, ક.વી.ઓ. જૈન મહાજન ભુજના ટ્રસ્‍ટીઓ, શ્રી સર્વ સેવા સંઘ (કચ્‍છ) ભુજના ટ્રસ્‍ટીશ્રીઓ અને અન્‍ય સમાજિક તથા રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં સ્‍વાગત પ્રવચન ક.વી.ઓ.ના  મંત્રી નરેશભાઇ શાહ અને આભારવિધી શ્રી સર્વ સેવા સંઘ (કચ્‍છ) ભુજના મંત્રી મુકેશ ભાઇ ભટ્ટે કરી હતી. વ્‍યવસ્‍થા સંસ્‍થાના જનરલ મેનેજર અંકિતભાઇ ગાલા, હરનીશભાઇ મહેતાએ સંભાળી હતી.

(11:04 am IST)