Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

વઢવાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં વેપારીઓના મતદાર યાદીમાંથી નામ કમી થતા રોષ

સેક્રેટરી દ્વારા નવા નિયમો આવ્‍યા હોવાથી આમ થયાનો ખૂલાસો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : તા.૨૭:  માર્કેટીંગ યાર્ડની ચૂંટણીી જાહેર થઇ ગઇ છે અને જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્‍યુ છે. પરતુ ૧૬૨ જેટલા મતદાર વેપારીઓ હતા જેમાંથી આ વર્ષે ૧૦૦ વેપારીઓના નામ કાઢી નાખ્‍યા હોવાથી માત્ર ૪૬ મતદારી પેનલમાં રહયા છે. જેથી વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

વેપારીઓએ આપેલ જાણકારી મુજબ છેલ્‍લા ૫૦ વર્ષથી વધુ સમયથી કામ કરતા વપારીઓના લાયસન્‍સ ઇસ્‍યુ કરવામાં આવ્‍યા નથી  જેથી મતદારયાદીમાંથી નામ કમી થયા છે. વેપારી મંડળના પ્રમુખ કિરણભાઇ રાઠી દ્વારા સેક્રેટરીને જાણ કરાઇ છે તેઓ છેલ્‍લા ૫૦ વર્ષથી વધુ સમયથી વેપારી મંડળ સાથે જોડાયેલા છે. અને નિયત સમયે ફી પણ ભરી હોવા છતા કોઇ જાણકારી વગર લાયસન્‍સ રીન્‍યુ કરવામાં આવ્‍યા નથી. આ વર્ષે વેપારી પેનલમાં તેમના સહિત કિરણભાઇ રાઠી, જસુભા ઝાલા, અલ્‍પેશભાઇ, તુલસી ભુતડા પેનલના સભ્‍યો તરીકે ચૂંટાયા છે.

યાર્ડના સેક્રેટરી દ્વારા જણાવાયુ છેકે યાર્ડમાં અનેક નવા નિયમો આવ્‍યા છે. જેમાં શાકભાજીના તેમજ અનાજના વેપારીઓનેએ લાયન્‍સની અરજી કરી હોય તેને લાયસન્‍સ અપાયા છે. જે લોકો અરજી કરી લાયસન્‍સ માંગ્‍યુ નથી તેઓને લાયસન્‍સ અપાયું નથી. તેથી હાલમાં સુરેન્‍દ્રનગર મહેતા માર્કેટના વેપારીઓનું  ચૂંટણીઓનું પત્તુ કપાયું છે.

આગામી સમયમાં વેપારીઓને ફરીવાર કયારે લાયસન્‍સ અપાશે કે પછી સમજાવટ કરી સભ્‍ય બનાવી યાર્ડ સાથે સાથે જોડવાના પ્રયાસો થશે. તેવા પ્રશ્નોને લગતી અનેક અટકળો ઊભી થઇ છે. 

(10:59 am IST)