Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જેતપુર ગેંગરેપમાં પકડાયેલ પાંચેય હવસખોરોનો કોરોના રીપોર્ટ આવ્યા બાદ રીમાન્ડ પર લેવાશે

ગેંગરેપમાં સગીરાની ફરીયાદ ન લેનાર એએસઆઇની તાત્કાલીક અસરથી બદલી કરી તપાસનો હુકમ કરતા એસ.પી. બલરામ મીણા

ગેંગરેપમાં પકડાયેલ શખ્સો તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : કેતન ઓઝા જેતપુર)

જેતપુર તા. ર૭ :.. જેતપુર પંથકની સગીરા ઉપરના ગેંગરેપમાં પકડાયેલ પાંચેય હવસખોરોના કોરોના રીપોર્ટ આવ્યા બાદ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે. બીજી બાજુ સગીરાની ફરીયાદ ન લેનાર એ.એસ.આઇ. ની તાત્કાલીક અરસથી બદલી કરી તેની સામે તપાસનો હુકમ એસ.પી.એ કર્યો છે.

જેતપુર પંથકની સગીરાને ભોળવી તેની સાથે મીત્રતા કેળવી નરાધમ ધવલ પારખીયાએ તેના ભોળપણનો લાભ ઉઠાવી જુદી જુદી ત્રણ જગ્યાએ અલગ અલગ મીત્રો સાથે દુષ્કર્મ આચરી મીત્રોને પણ શરીર સંબંધ બાંધવા છરીની અણીએ ધમકાવી હતી અને જો આનાકાની કરશે તો તેના  ભાઇને મારી નાખવાની ધમકી આપી સોનાની બુંટી અને રોકડા રૂપિયા પડાવી લીધા હોય સગીરાને તેના પરીવારજનોએ હિંમત આપતા આ અંગેની ફરીયાદ પોલીસમાં નોંધાવતા ડીવાયએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સીટી પી. આઇ. બી. કે. પટેલ અને તેની ટીમે સગીરાને ન્યાય અપાવવા ફરીયાદ નોંધી તમામ નરાધમોને પકડી પાડવા તજવીજ હાથ ધરી ર૪ કલાકમાં જ ૬ શખ્સો પૈકી પાંચ શખ્સો મુખ્ય સુત્રધાર ધવલ પારખીયા, ભાર્ગવ જોષી, રોનક દોંગા, પાર્થ છાંટબાર,તથા ભાવેશ બુટાણીને પકડી પાડેલ હતાં.

પકડાયેલ તમામ આરોપીઓનો આજરોજ કોરોના રીપોર્ટ આવ્યા બાદ રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. અને  ફરીયાદમાં  દર્શાવેલી ત્રણે સ્થળોએ તપાસ કરી અને સોનાની બુંટી જોડી-ર તેમજ રોકડા રૂપીયા મુદામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

દરમિયાન ભોગ બનનાર સગીરાની ફરીયાદ ન લેનાર જેતપુર સીટી પોલીસ મથકના એએસઆઇ દેવાયત બારૈયાની જીલ્લા પોલીસ વડા બલરામ મીણાએ તાત્કાલીક અસરથી બદલી કરી તેની સામે તપાસનો હુકમ કર્યો છે.  ગેગરેપમાં પકડાયેલ પાંચેય શખ્સો સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

(3:23 pm IST)