Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

જસદણના ખડવાવડી પાસે જુગાર રમતા ૧૦ ઝડપાયા

ભાડલા પોલીસનો દરોડોઃ વિક્રમ મેર, વિપુલ મેણીયા, ભરત મેર, અરવિંદ રોજાસરા, મુકેશ મેર, જગદીશ અસારી, વિનુ મેણીયા, સુરેશ પરમાર, કાળુ મેર અને દિનેશ મેરની ધરપકડ

રાજકોટ તા.૨૭: જસદણના ખડવાવડી ગામની સીમમાં ગોંડલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ૧૦ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ રૂરલ  એસ.પી. ગોંડલ બલરામ મીણાની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક  પી.એ.ઝાલા તથા પી.આઇ. કે.આર.રાવતના માર્ગદર્શન હેઠળ પ્રો.હી જુગારના કેશો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે અંગે ભાડલા પોલીસ સ્ટેશનના એસઆઇ એચ.પી. ગઢવી સાથે હેડ કોન્સ. અશ્વિનભાઇ માલકીયા, વલ્લભભાઇ બાવળીયા તથા વકુભાઇ ખાચર તથા કોન્સ લાલજીભાઇ તલસાણીયા તથા વિજયભાઇ સરવૈયા તથા અરવિંદભાઇ ઝાપડીયા તથા વિનુભાઇ તલસાણીયા  પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પીએસઆઇ એચ.પી.ગઢવીને મળેલ હકીકતના આધારે ખડવાવડી ગામની સીમમાં વિક્રમભાઇ અમરશીભાઇ મેરની વાડીએથી   જુગાર  રમતા વિક્રમભાઇ અમરશીભાઇ મેર, વિપુલભાઇ હમીરભાઇ મેણીયા, ભરતભાઇ મેઘજીભાઇ મેર,  અરવિંદભાઇ છગનભાઇ રોજાસરા, મુકેશભાઇ મેઘજીભાઇ મેર, જગદીશભાઇ નાનજીભાઇ અસાણી, વિનુભાઇ મેરામભાઇ મેણીયા, સુરેશભાઇ નારણભાઇ પરમાર, કાળુભાઇ જીણાભાઇ મેર, દિનેશભાઇ લાલજીભાઇ મેર, (રહે. ખડવાવડી તા. જસદણ) પકડી લઇ રોકડ રૂ. ૧૯૨૬૦ સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:22 pm IST)