Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભેંસાણના ડમરાળા ગામની સીમમાં વોકળામાં જુગાર રમતા ૭ ઝડપાયા

ર.૭૬ લાખનો મુદામાલ કબ્જેઃ નયનિયુકત પીએસઆઇ ડી.કે. ચૌધરીનો સપાટો

જુનાગઢ તા. ર૭ :.. જુનાગઢ જીલ્લામાં કોરોના વાયરસ સંક્રમણ ન ફેલાય સોશીયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટ અને લોકડાઉનની આડમાં દારૂ જૂગારની પ્રવૃતિ સખ્ત હાથે ડામી દેવા જૂનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનિન્દર પ્રતાપસિંહ પવાર અને એસપી શ્રી સૌરભ સિંઘની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભેંસાણ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી.

દરમ્યાન ભેંસાણના નવનિયુકત પીએસઆઇ ડી. કે. ચૌધરી તથા હે. કો. આર. જી. પરમારને મળેલ બાતમીના આધારે ભેંસાણ તાલુકાના ડમરાળા ગામની સીમમાં વોંકળામાં જાહેરમાં ગંજીપાના જૂગાર રમતા ગોબરભાઇ ભીમજીભાઇ બાંભરોલીયા, સંજયભાઇ નગીનભાઇ ઝીંઝૂવાડીયા, હિરેનભાઇ દલપતભાઇ ભટ્ટ, વલ્લભભાઇ  શામજીભાઇ ગોધાણી, અતુલભાઇ બાબુભાઇ સાવલીયા, કમલેશભાઇ ઉર્ફે ઘુઘાભાઇ જીલુભાઇ ધાધલ અને હરસુખભાઇ ભીખાભાઇ સાવલીયા સહિત સાત શખ્સોને રૂ. ર,૦૧૧૧૦ ની રોકડ મોબાઇલ નંગ ૬, ૩૦,પ૦૦ તેમજ ત્રણ મોટર સાયકલ ૪પ૦૦૦, મળી કુલ રૂ. ર.૭૬ લાખના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં ભેંસાણના પીએસઆઇ ડી. કે. ચૌધરી તથા સ્ટાફના ડી. ટી. ગઢવી, આર. જી. પરમાર, કમલસિંહ દેવાભાઇ અને સંજયભાઇ જીણાભાઇ તેમજ બળવંતસિંહ નાથાભાઇ વગેરે જોડાયા હતાં. ભેંસાણમાં પીએસઆઇ તરીકે તાજેતરમાં ચાર્જ સંભાળનાર ડી. કે. ચૌધરીએ અસામાજીક પ્રવૃતિ સદતર બંધ કરાવવા ઝૂંબેશ હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. અને ભેંસાણના લોકોએ આ કામગીરી બિરદાવી રહ્યા છે.

(1:01 pm IST)