Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમના કારણે કોરોના ફેલાયો : વિરજીભાઇ ઠુંમરનો આક્ષેપ

સાવરકુંડલા તા. ૨૭ : કોરોના વાઇરસને લઈને ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે સરકારને આડેહાથ લીધી હતી. વિરજી ઠુંમરે કહ્યું કે નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમને લઈને આ કોરોના ફેલાયો છે. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર કોરોનાગ્રસ્ત બન્યું છે. કારણ કે ટ્રમ્પ સાથે આવેલા લોકોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ટ્રમ્પના કાર્યક્રમને લઈને આ કોરોના ફેલાયો છે. પરંતુ સરકાર તબલીઘ જમાત પર ઢોળવાનો પ્રયાસ કરી રહી છે. તબલીઘ જમાતને સરકારે વિઝા આપીને ધર્મના નામે વિખવાદ ઉભો કર્યો છે.

વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યંુ કે, વિજયભાઇ રૂપાણીની સરકાર નિષ્ફળ રહી છે. ધમણમાં અને માસ્કમાં પણ રૂપાણી સરકાર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ સાથે જ કહ્યું કે અમને આશા હતી કે વિજય રૂપાણીને બદલાવશે. પરંતુ તેના બદલે વિજય નહેરાને બદલાવવામાં આવ્યા. વિજય નહેરાને બદલાતા અમદાવામાં આજે વિકટ સ્થિતિ ઉભી થઈ છે. વિરજી ઠુંમર સહિત કોંગ્રેસના નેતાઓએ બાબરા અનેઙ્ગ મામલતદારને આવેદન આપ્યું. લોકડાઉનમાં લોકોને રાહત આપવાના મુદ્દે બાબરા કોંગ્રેસે મામલતદારને આવેદનપત્ર આપ્યુંહતું. લોકડાઉનમાં લોકોને રાહત આપવા માટે બાબરામાં કોંગ્રેસે ધારાસભ્ય વિરજી ઠુંમરની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં લાઈટ બિલ, પાણી વેરા, મિલકત વેરા, સ્કૂલ ફી અને વેપારીઓના વેરા વગેરે માફ કરવા બાબતે રજૂઆત કરી હતી. આ સાથે જ કૃષિ ધિરાણ મુદત લંબાવવા, ઓટો રિન્યુઅલ કરવા અને વ્યાજ માફ કરવા માટે રજૂઆત કરી હતી.  આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.રાજકોટ કોંગ્રેસે લાઈટ બિલ, પાણી વેરા, મિલકત વેરા અને સ્કૂલ ફી માફ કરવા બાબતે આવેદન પત્ર આપ્યું.

આ તરફ રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચનાથી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટરને લાઈટ બિલ, પાણી વેરા, મિલકત વેરા અને સ્કૂલ ફી વગેરે માફ કરવા બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આ સમયે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, ડો. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી અને પ્રદીપભાઈ ત્રિવેદી હાજર રહ્યાં હતાં.(

(12:54 pm IST)