Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

અમરેલી જિલ્લાના જુના ઝાંઝરીયા ના મહિલાને કોરોના પોઝિટિવ : કુલ આઠ કેસ

અમરેલી :: આજે તા. ૨૭ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૮ કેસ નોંધાયેલ છે.

૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૪૫ વર્ષીય મહિલા ટ્રેનમાં આવ્યા બાદ સીધા ધારી કોરેન્ટાઈન સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા

 મૂળ બગસરા તાલુકાના જુના જાંજરીયાના વતની છે

 ૨૪ મે ના રોજ ઘરે મોકલી દેવામાં આવ્યા હતા

-તાવ, ઉધરસ જેવા લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે

હાલ, આ દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

(12:27 pm IST)