Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભુજથી મુંબઇ આવવા-જવા બીજા દિવસે હવાઈ સેવાને એક પણ પ્રવાસી મળતા ફ્લાઇટ કેન્સલ

પ્રથમ દિવસે ભુજ-મુંબઇથી માત્ર 14 યાત્રીઓએ આવ-જા કરી હતી

લોકડાઉન-4માં છૂટછાટ સાથે ઘરેલુ વિમાની સેવા ચાલુ રાખવાની મંજૂરી અપાતા  લોકડાઉનના 62 દિવસ બાદ મુંબઇથી વાયા દીવ થઇને ભુજ માટેની ફ્લાઇટ ચાલુ રહેશે તેવા અહેવાલ વચ્ચે સોમવારે ફ્લાઇટ આવ્યા બાદ મંગળવારે કેન્સલ કરાઇ હતી. પ્રથમ દિવસે ભુજ-મુંબઇથી માત્ર 14 યાત્રીઓએ આવ-જા કરી હતી. ત્યારે મંગળવારે ભુજ આવવા અને ભુજથી મુંબઇ જવા માટે એકપણ પેસેન્જર મળતાં છેલ્લી ઘડીએ ફ્લાઇટ કેન્સલ કરાઇ હોવાની સૂત્રોમાંથી જાળવા મળી રહ્યું છે

 . વધુમાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય અને 7 દિવસ હોમ કવોરેન્ટાઇન થવું પડે છે અને હાલે હોટેલ, ઉતારા પણ બંધ હોઇ, કવોરેન્ટાઇન થવું પડશે તેવા ડરના કારણે પણ લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવાઈ મુસાફરીને ધીમી ધારે ચાલુ કરવા માંગતી સરકાર કુલ ક્ષમતા સામે માત્ર 30% જેટલી ફ્લાઈટ્સને ઓપરેટ કરવાની પરવાનગી આપી રહી છે. ત્યારે કંડલા એરપોર્ટ પર સામાન્ય સંજોગોમાં ચાલતી બે અમદાવાદ અને એક મુંબઈની ફ્લાઈટ સામે ગત તા.25/05થી માત્ર એક અમદાવાદની ટ્રુ જેટની વીમાની સેવા ચાલુ છે. જેમાં પણ મંગળવારે 13 પ્રવાસીઓ અમદાવાદથી આવ્યા હતા અને માત્ર 5 યાત્રીઓ અમદાવાદ ગયા હોવાનું એરપોર્ટ ડાયરેક્ટર સંજીવ મંઘલએ જણાવ્યું હતું. હાલની સ્થિતિ જોતા આગામી તા.28 અને 31 ના સંભવિત રીતે ફ્લાઈટ પણ બંધ રખાય તેવું લાગી રહ્યું છે, જોકે હજી સુધી ઓથોરિટી દ્વારા સતાવાર આવી કોઇ જાહેરાત કરાઈ નથી.

(12:26 pm IST)