Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મોરબીઃ લોકડાઉનમાં કિસાનોના પ્રશ્ને કિશાન સંધ દ્વારા મુખ્યમંત્રીને આવેદનપત્ર

મોરબી,તા.૨૭: કોરોના મહામારીને પગલે આવી પડેલ લોકડાઉનની સ્થિતિમાં કિસાનોની સમસ્યાઓ છે જે અંગે ભારતીય કિસાન સંઘ મોરબી દ્વારા રાજયના મુખ્યમંત્રીને આવેદન પાઠવ્યું છે.

ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાએ મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ચાલુ વર્ષે ગુજરાતના કિસાનોને આપવામાં આવતું વાર્ષિક ૩ લાખ રૂ નું ૦ વ્યાજનું ધિરાણ ભરવાની મુદત ૩૧ માર્ચ હતી જે ૩૧ મેં કરવામાં આવી છે જેને ઓટો કન્વર્ઝન કરી આપવું અથવા તત્કાલ નિર્ણય લઇ ભરવાની મર્યાદા ૧ માસ વધારી આપવી. હાલ કપાસ, ઘઉં, ચણા અને રાયડા ટેકાના ભાવે ખરીદીમાં ઝડપ લાવવી અને રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોનો માલ લેવા જરૂર પડે કેન્દ્ર સરકારે મંજુરી આપવી ભરાવેલ માલના નાણા તત્કાલ આપવા માંગણી કરેલ છે.

જે માલના ટેકાના ભાવે અનેકવાર સતત રજૂઆત છતાં નક્કી થતા નથી તેવા પાકોથી ખેડૂતોને વર્તમાન સંજોગોમાં અકલ્પનીય આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે આગામી સીઝનથી ટેકાના ભાવો નક્કી કરવા અને હાલ આવા કિસાનોને રાહતરૂપ બોનસ કે વેચાણ પર સહાય જાહેર કરવી વર્તમાન સમયમાં આગોતરા વાવેતર માટે ખેતીવાડી ૧૪ કલાક ૩ ફેઇઝમાં વીજળી આપવી બ્રાંચ કેનાલોમાં પાણી છોડવું જેથી ખેડૂતો આગોતરું વાવેતર કરી શકે રાજકોટ જીલ્લાના કિસાન સંઘ પ્રમુખની અટકાયત કરવામાં આવી છે જે મુદાને લઈને ગયા હતા તે રજૂઆતના જ મુદાઓ હોય જેથી પ્રમુખને છોડી દેવા સહિતની માંગ કરવામાં આવી છે.

(11:41 am IST)