Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ધોરાજીમાં શ્રી લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન-૩નું ખાતમુહુર્ત સંપન્ન

લોકડાઉનને કારણે સાદાઇથી વિધી સંપન્ન કરાઇ

ધોરાજી,તા.૨૭: ધોરાજીના કુંભારવાડા ભુખી રોડ પર આશરે ૧૦,૦૦૦ ચો.વાર જગ્યામા અદ્યતન સુવિધાઓ યુકત સમાજ ભવનના નિર્માણ હેતસર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ધર્મેશભાઈ તથા તેમના ધર્મપત્નિ શ્રીમતિ જાગૃતિબેન દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવેલ. ત્યારબાદ સ્વામીનારાયણ મંદિરના પરમ પૂજય સંતશ્રી મોહનપ્રસાદજી સ્વામીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થયેલ.આકાર પામી રહેલ આ સમાજ ભવનમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ લગ્ન માટે એ.સી.હોલ, ડાઇનીંગ હોલ,તથા વિશાળ પાર્કિંગની સુવિધાઓ સાથેનો પાર્ટીપ્લોટ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.આ સમાજભવનના મુખ્યદાતા ધોરાજીના વતની અને હાલ મુંબઈના ઉધોગપતિ  ધીરજલાલ નાથાલાલ પટેલ (બાલધા)એ ભવનના નિર્માણ માટે પ્રેરકબળ પુરૃં પાડેલ છે. ધોરાજી લેઉઆ પટેલ કેળવણી મંડળ સંસ્થાના પૂર્વ પ્રમુખ અને પૂર્વ સાંસદ સ્વ. અરવિંદભાઈ પટેલની પ્રબળ ઈચ્છા હતી કે ,આ જગ્યા પર એક આધુનિક સુવિધા યુકત સમાજભવનનું નિમાણ થાય, જે આજે એમનું સ્વપ્ન સાકાર થવા તરફ જઈ રહ્યું છે.

હાલ દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીને કારણે આશરે ૨૦ જેટલા આગેવાનોની હાજરીમાંસાદાઈપૂર્વક ખાતમુહૂર્ત સમારોહ સંપન્ન કરવામાં આવેલ.

આ તકે લેઉઆ પટેલ કેળવણી મંડળ ટ્રસ્ટ તેમજ લેઉઆ પટેલ જ્ઞાતિ ટ્રસ્ટતરફથી પ્રમખશ્રી કેશોરભાઈપટેલ, ધર્મેશભાઈ પટેલ, મગનભાઈ બાબરિયા, કિશોરભાઈમાવાણી, વી.ડી.પટેલ, હરસખભાઈ ટોપિયા, દામજીભાઈ ભાલારા, જીમ્મીભાઈ પટેલ, અશોકભાઈ બાલધા, રાજુભાઈ બાલધા, ચંદભાઈ ચોવટિયા, અશ્વિનભાઈ બાલધા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)