Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

આટકોટના કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાતે ઉચ્ચ અધિકારીઓ

આટકોટઃ જસદણ, આટકોટ અને બાજુના ગામ જંગવડ ખાતે કોરોના કેસ બહાર આવતા આટકોટમાં ૧૩ અને જંગવડમાં ૫૫ જેટલા પરિવારોને હોમ કોરોન્ટાઈન કરી વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. આ બન્ને જગ્યાએ ગઈકાલે રાજકોટ ડી.ડી.ઓ. અનિલ રાણાવસીયા, એસ.પી. બલરામ મીણા, પ્રાંત અધિકારી ગલ્ચર, ટી.ડી.ઓ. બેલીમ, પી.એસ.આઈ. મેતા, મેડીકલ ઓફિસર ડો. ચૌધરી, ડો. હેતલબેન નકુમ, જંગવડના સરપંચ દિનેશભાઈ સિદ્ધપરા સહિતનાઓએ મુલાકાત લીધી હતી. (તસ્વીર-અહેવાલઃ વિજય વસાણી-આટકોટ)

(11:40 am IST)