Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

વીરપુરમાં માસ્ક ન બાંધનાર લોકો પાસેથી દંડની વસુલાત

વીરપુર, તા.૨૭:કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિમાં લોકડાઉન પાર્ટ ચારનો કડક અમલ થઈ રહ્યો છેઙ્ગ ત્યારે જેતપુર તાલુકા વહીવટી તંત્ર રાત - દિવસ ફરજ નિભાવી રહ્યું છે.જેતપુર તાલુકા પંચાયતના તલાટી સહીતના કર્મચારીઓ સતત ફિલ્ડમાં રહીને, જેતપુર તાલુકા પંચાયતના TDO એન.ડી.કુગસિયાના માર્ગદર્શન અને સૂચના મુજબ તલાટી જયદીપ ગોંધિયાં, જયદેવભાઈ ગોવાળિયા અને ચંદ્રેશ ઉમરાણીયા તથા અજય ચાવડા સહિતની ટીમે વીરપુર પોલીસને સાથે રાખીને વીરપુરમાં જાહેરમાં થુંકવા તેમજ જે લોકોએ મોઢે માસ્ક નઙ્ગ બાંધેલ હોય તેવા લોકોને દંડ ફટકાર્યો હતો .

લોકોને બહાર નિકળો ત્યારે મોઢે માસ્ક બાંધીને નિકળો તેમજ કોરોના વાયરસ સામે લડવાના અગમચેતીના પગલાંની માહિતી આપી હતી.

જે લોકોને કવોરોંન્ટાઈન કરેલા છે તેવા કુટુંબોને ખાસ ઘરમાં રહેવા સૂચના આપી હતી ,આ ટીમની વીરપુરની મુખ્ય બજારોમાં જઈને ગ્રાહકો તેમજ વેપારીઓને મોઢે માસ્ક બાંધવાની અને જાહેરમાં ન થુંકવાની સમજણ આપી હતી.

(11:36 am IST)