Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ઉપલેટામાં પાન માવાના વેપારીને એકી-બેકીમાંથી મુકિતની માંગ

ઉપલેટા, તા. ર૭ : જીલ્લાના આહીર અગ્રણી અને ગઢાળાના લોકપ્રિય સરપંચ નારણભાઇ આહીરે એક નિવેદનમાં જણાવેલ છે કે પાન-બીડી તમાકુનું વ્યસન એ લોકોની લાચારી છે. બે અઢી મહીનાના લાંબા લોકડાઉનને કારણે પાન બીડી તમાકાના કાળા બજાર અને ઉંચા ભાવો પછી ખુલેલી આવી જથ્થાબંધની દુકાનોમાં વ્યસનીઓની લાંબી લાઇનો જોવા મળે છે. તેમાં ગામડાના લોકોની સંખ્યા વધુ હોય છે અને તેમને શહેરની દુકાનોની ખબર ન હોય અને તેથી ધકકા થાય છે.

ગ્રામ્ય વિસ્તારના ખાસ કરી ગરીબ શ્રમિકોને ધ્યાને લઇ એક અઠવાડીયા સુધી ઉપરોકત હોલસેલની દુકાનો ખુલ્લી રાખવી જોઇએ એટલે આવા લોકોને પૂરતો માલ મળી રહે તેમ અંતમાં જણાવેલ છે.

(11:36 am IST)