Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બગસરા કંટ્રોલ રૂમમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કોરોના વોરીયર્સ કર્મીઓ

બગસરા તા. ર૭ :.. આજે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. ત્યારે કોરોના વોરીયર્સ દ્વારા કરવામાં આવતી અલગ અલગ કામગીરીની લોકો નોંધ લેતા હોય છે જે ખરેખર પ્રશંસનીય હોય છે.

અમરેલી જિલ્લાના બગસરામાં કોરોના પોઝીટીવ કેસ આવતા તંત્ર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

કંટ્રોલ રૂમ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના દરેક પ્રશ્નો હલ કરાઇ રહ્યા છે. કંટ્રોલ રૂમમાાં શ્રી ઝવેરચંદ મેઘાણી હાઇસ્કુલના કર્મચારીઓ મનોજભાઇ ડી. મહિડા, ડો. સચીનભાઇ આર. પંડયા, જી. એસ. ગોસાઇ, જે. આર. ચૌહાણ, એચ. જી. પંડયા, કે. વી. પરમાર તથા નગર સેવા સદનના કર્મચારીઓ અમીનભાઇ ચૌહાણ, આર. ડી. ગોહેલ અને ચેતનભાઇ દેવલુક નિષ્ઠા અને પ્રામાણીકતાથી આ કોરોના મહામારીના સમયે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી રહ્યા છે.

મુખ્યમંત્રીશ્રીએ આપેલ સુત્ર 'હું પણ કોરોના વોરિયર્સ' ને સાર્થક કરી રહ્યા છે.

(11:29 am IST)