Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

હળવદના માથક ગામની સીમમાંથી ૮૬ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

હળવદ,તા.૨૭ :  પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માથક ગામની સીમમાં બાતમીને આધારે દરોડો કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ હળવદ પી.એસ.આઈ. પી જી પનારાની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બાતમીને આધારે માથક ગામની સીમમાં ચેપા કુવા પાસે આવેલ મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથકવાળાની વાડીએ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૮૬ કિંમત રૂ ૨૫,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી મયુરભાઇ અશોકભાઇ બોરાણીયા રહ.ે માથક તા. હળવદ વાળા વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:28 am IST)