Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કોલસાના હબ નવલખી બંદરે ફાયર સેફટીના સાધનો અને ટીમો તૈનાત રાખવી અનિવાર્ય

જ્વલનશીલ પ્રદાર્થ કોલસાની હેરફેરમાં કરતા બંદરે ફાયર સેફટી સુવિધાનું ચેંકિંગ કરાઈ તેવી લોકલાગણી

 

મોરબી: કોલસાના હબ ગણાતા નવલખી બંદર પર ફાયર સેફટીના સાધનો અને ટીમ ટિમ તૈનાત રાખવી અનિવાર્ય હોવાનું જાણકારો માને છે  કોલસાને વિદેશથી આયત કરી હેરફેર કરવામાં આવે છે જો કે કોલસો જ્વલનશીલ પદાર્થ હોવાથી તેના માટે ફાયર સેફટીના સાધનો અને ટીમો ખડેપગે રાખવાં અનિવાર્ય છે ત્યારે નવલખી બદરે એવી સુવિધાઓનો અભાવ હોવાનું ચર્ચાઈ છે

  મોરબી જીલ્લામાં ઠેર ઠેર ફાયરના સાધનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મોરબીનું નવલખી બંદર પર પણ ફાયરના સેફટી નું ચેકિંગ કરવામાં આવે તો મસમોટી ખામીઓ બહાર આવી શકે તેમ છે તેમ જાણકારો માને છે પોર્ટ પર કામ કરતા મજૂરો માટે કોઈ પણ સેફટીના સાધનો હોવા જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય

  અત્રે ઉલ્લેખનીય છે કે, કોલસો જ્વલનશીલ ખનિજ ગણવામાં આવે છે અને સતત સળગતો રહે છે ત્યારે ઉનાળામાં તો તે ની પરિસ્થિતિ અતી વિકટ સર્જાય છે

 આ બાબતે નવલખી પોર્ટ ઓફિસર કેપટન નીરજ હિરવાણી સાથે વાત કરતા તેઓએ બધુ કુશલ હોવાનું જણાવી ફાયરફાયટરની તમામ સુવિધાઓ માટે નવલખી પોર્ટ તંત્ર સમ્પૂર્ણ સજ્જ હોવાની વાત વાગોળી હતી અને આગની કોઇ દુર્ઘટનાં ઘટે તો નવલખી પોર્ટ દ્વારા તેને પહોંચી વળવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.

(1:02 am IST)