Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વિસાવદરમાં પૂ.મુકતાનંદબાપુનુ ૧૩૦ સંસ્થાઓ દ્વારા સન્માન

દ્વારકાપીઠાધીશ્વર શંકરાચાર્ય મહારાજ સ્વરૂપાનંદજીની પ્રેરણાથી પૂ. બાપુ દ્વારા શોભાવડલા ખંભાળીયામાં રનુતન શાળાનુ નિર્માણ થશેઃ આગામી દિવસોમાં ૩૬ રાજયોમાં સાધુ સમાજના પ્રદેશ પ્રમુખો નિમાશેઃ પુ ભારતીબાપુ, કરશનદાસબાપુ, વિજયબાપુ, પૂ. જેન્તિરામ બાપા સહિતના સંતોની ઉપસ્થિતી

વિસાવદરમાં પુ.મુકતાનંદબાપુની શોભાયાત્રા સન્માન  સમારોહઃ જુનાગઢઃ વિસાવદર ખાતે પુ. મુકતાનંદબાપુની શોભાયાત્રા નિકળી હતી જેની તસ્વીરી ઝલકમાં હાથીની અંબાડી પર બેસેલ પુ.મુકતાનંદબાપુ સાથે બગીમાં બેસેલા સંતો મહંતો અને મંચપર બિરાજમાન સંતો મહંતો અને પુ. બાપુને મોટા ફુલહાર  પહેરાવી સન્માન કરતા સાધુસંતો અને વિવિધ સમાજના આગેવાનો નજરે પડે છ.ે(તસ્વીર મુકેશ વાઘેલા જાુનાગઢ)

જુનાગઢ તા.૨૭: ચાંપરડા બ્રહ્માનંદ વિધાધામના સંસ્થાપક ક્રાંતિકારી સંત પુ.મુકતાનંદબાપુની તાજેતરમાં પ્રયાગરાયકુંભ મેળામાં ભારતી સાધુસમાજના કાર્યકારીણી અધ્યક્ષ તરીકે વરણી થતા સમસ્ત વિસાવદર તાલુકાની જનતા તમામ જ્ઞાતિ સમાજો મુસ્લીમસમાજ ગ્રામ પંચાયત તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થા સહિત ૧૩૦ થી વધુ સંસ્થાઓ દ્વારા શાયોના પેટ્રોલપંપ સામે વિસાવદર ખાતે પુ મુકતાનંદબાપુનો સન્માન સમારોહ દ્વારકાના પુ.દંડીસ્વામીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

તે.પૂર્વે વિસાવદર રેલ્વે સ્ટેશન પાસેથી પુ.મુકતાનંદબાપુને હાથીની અંબાડી પર બિરાજી અને અન્ય સંતો ૧૧ જેટલી શણગારેલ બગીઓ તેમજ મોટર જીપમાં ૧ કિમી લાંબી વિશાળ શોભાયાત્રા નિકળી હતી.

જેનુ મુખ્ય માર્ગોપર વોરા સમાજ મુસ્લીમ સમાજ સહિત વિવિધ સમાજો વેપારી મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલ લોકોને ઠંડા પીણા સરબતો પિવડાવવામાં આવેલ તેમજ પુ.મુકતાનંદબાપુ સહિતના સંતોપર પુષ્પાવર્ષા કરવામાં આવેલ બાદમાં આ શોભાયાત્રા વાજતેગાજતે સન્માન સમારોહ સ્થળે પહોંચતા ત્યાં સૌ ઉપસ્થિત લોકોએ ઉમળકાભેર આવકાર્યા હતા. અને દ્વારકાના પુંદડી સ્વામીના અધ્યક્ષ સ્થાને દિપપ્રાગટય સાથે, સાથે કાર્યક્રમ શરૂ કરાયો હતો.

આ કાર્યક્રમમાં સાધુસમાજના મહામંત્રી પૂ. કેશવાનંદ સ્વામી મહામંડલેશ્વર પુ.ભારતીબાપુ પરબધામના પુ કરશનદાસબાપુ પુ શેરનાથબાપુ ધુનડાના પુ જેન્તિરામબાપા સતાધારના પુ વિજયબાપુ પૂ. મેઘાનંદબાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને પુ.મુકતાનંદજીબાપુ નુ ૧૩૦ થી વધારે સંસ્થાઓએ ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી સન્માન કર્યુ  હતુ.

પુ.મુકતાનંદબાપુએ જણાવ્યુ હતુ કે દ્વારકાપીઠાધિશ્વર પ.પૂ. જગદગુરૂ શંકરાચાર્યજી સ્વરૂપાનંદજી મહારાજની પ્રેરણાથી આગામી દિવસોમાં વિસાવદર તાલુકાની ૯ પ્રાથમિક શાળામાં પ્રાર્થના ખંડ તેમજ શોભાવડલા ખંભાળીયા ગામમાં નુતન શાળાનું નિર્માણ કરવામાં આવશે.પુ.બાપુએ વધુમાં જણાવ્યું હતું કે સાધુસમાજના અધ્યક્ષ તરીકે મારી નિમણુક થયા બાદ આગામી સમયમાં સાધુ સમાજનું સંગઠન મજબુત બનાવવા ટ્રસ્ટ બનાવી ૧પ૧ સભ્યોની સમીતી બનાવવામાં આવેલ છે. તેમજ કેન્દ્ર શાસિત ૭ સભ્યો તેમજ ર૯ રાજયો મળીને કુલ ૩૬ પ્રદેશોમાં પ્રમુખોની નિમણુંક કામગીરી હાથ ધરાશે અને લોકોને ધર્મપ્રત્યે શ્રદ્ધા આસ્થા વધે તે માટે જાગૃતિ લાવવામાં આવશે તેમ પુ.બાપુએ અંતમાં જણાવ્યું હતું.

(4:01 pm IST)