Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પોરબંદરમાં પાણી ભરવા પ્રશ્ને ડખ્ખોઃ બેડાને લાત મારીને મહિલાના વાળ પકડીને ઢસડીઃ ઢીકાપાટુથી માર માર્યો

 પોરબંદર તા.ર૭ :.. અહીં પાણી ભરવાની લાઇનમાં રાખેલ બેડાને લાત મારીને મહિલાના વાળ પકડી ઢસડીને ઢીકાપાટુથી માર મારીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે મુળ ભાણવડના રાણપરના અને હાલ પોરબંદર રહેતા મનીષાબેન માધાભાઇ રાતીયા (ઉ.ર૪) એ પોલીસ ફરીયાદમાં જણાવેલ કે આરોપી રૂડીબેન અને તેના પતિ અરજણે પાણી ભરવાની લાઇનમાં ઉભા રહેવા પ્રશ્ને ડખ્ખો કરીને બેડાને લાત મારીને બોલાચાલી કરેલ અને ઢીકાપાટુથી માર મારેલ ત્યારબાદ આરોપી અરજણે માથાના વાળ ખેંચીને ઢસડીને અપમાનીત કરી હતી., વધુ તપાસ એસી એસટી સેલના ડીવાયએસપી ચલાવી રહેલ છે.

(3:49 pm IST)