Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જખૌ ૧૦૦૦ કરોડના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાનીઓ પાસેથી ડિલિવરી લેનાર ભારતીય રમઝાન પલાણી ઝડપાયો :૬ પાકિસ્તાનીઓ ભુજ જેલ હવાલે, રમઝાન પલાણીની ડીઆરઇએ પૂછપરછ કરી ભુજ કોર્ટમાં રજૂ કર્યો

ભુજ :::જખૌ પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડ ડીઆરઆઈ દ્વારા જોઈન્ટ ઓપરેશનમસ ૧૦૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ૬ પાકિસ્તાની આરોપીઓના રિમાન્ડ પૂર્ણ  થતા તેમને ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે જયુડીશયલ કસ્ટડીમાં લેવા આદેશ કરતા તમામને ભુજ જેલ હવાલે કરાયા છે. પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓ દ્વારા પાકિસ્તાની માછીમારોને કેરિયર બનાવીને ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાના ષડ્યંત્રમાં સંડોવાયેલા ભારતીયો સુધી પણ ડીઆરઆઈ પહોંચી છે. આ

૧૦૦૦ કરોડ રૂપિયાના ડ્રગ્સ મામલે મધદરિયે તેની ડિલિવરી લેનાર ભારતીય શખ્સની સંડોવણી ખુલી છે. ડીઆરઆઈએ ભારતીય બોટના ટંડેલ રમઝાન ગની પલાણીને ઝડપીને આજે  ભુજ કોર્ટમાં રજૂ કર્યો છે. જ્યાં તેની સામેના આરોપોની સુનાવણી ચાલુ છે. ભારતીય શખ્સ રમઝાન પલાણીની

આ આખાયે ડ્રગ્સ પ્રકરણમાં રીસીવર તરીકે ભૂમિકા સામેં આવી છે.

(2:20 pm IST)