Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લીંબડી-બળોલ નજીકથી હાડપિંજર મળતા ઓળખ મેળવવા તપાસ :..

વઢવાણ : સુરેન્દ્રનગરનાં લીંબડીના બળોલ અને જનશાળા વચ્ચેથી હાડપીંજર મળી આવતા તેની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બળોલ ગામની સીમમાંથી એક પુરૂષનું માનવ કંકાલ મળી આવેલ જેની નજીકમાંથી એક પાકીટ મળી આવેલ છે જેમાં ફોટા મળી આવેલ છે જે કોઇ ઓળખતું હોય તેઓે પાણશીણા પોલીસ સ્ટેશનનો ડી. જે. ઝાલા, પો. સબ ઇન્સ. મો. નં. ૯૯૭૮૬ પ૯૦૦ર ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ : વઢવાણ)

(1:26 pm IST)