Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મોરબી વી માર્ટ શો રૂમમાં આગની ઘટના બાદ ફાયર સેફટીના સાધનોની ચકાસણી બાદ શો રૂમ ખોલવા આદેશ

મોરબી, તા. ૭: સુરતમાં આગની લપેટમાં નિર્દોષ બાળકો હોમાયા બાદ સમગ્ર ગુજરાતમાં રોષનો માહોલ છે તો તંત્ર પણ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગીને હવે કામે લાગ્યું છે ત્યારે આજે મોરબી પાલિકાની ફાયર સેફટીની ઝુંબેશ ચાલતી હતી ત્યારે જ રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં આગ લાગી હતી વળી આગની ઘટનાનું કવરેજ કરતા પત્રકારોને રોકતા તર્કવિતર્ક સર્જાયા છે

ઙ્ગઙ્ગબનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પરના વી માર્ટ શો રૂમમાં સાંજના સુમારે આગ લાગી હતી આગના બનાવની વાત શહેરમાં વાયુવેગે પ્રસરી હતી તો મિડીયાકર્મીઓ પણ ઘટનાનું કવરેજ કરવા પહોંચ્યા હતા પરંતુ પત્રકારોને શો રૂમમાં આગનું કવરેજ કરતા રોકયા હતા એટલું જ નહિ સમગ્ર દ્યટના પર ઢાંકપીછોણો કરવામાં આવ્યો હતો જેથી શંકા કુશંકા જન્મે તે સ્વાભાવિક જ છે વાત આટલે થી ના અટકતા ફાયરની ટીમને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે કારણકે ફાયરને મોડે મોડે જાણ કરી હતી અને વળી ગોળગોળ દ્યુમાવવા પ્રયાસ કરાયાનું પણ જાણવા મળ્યું છે

આજે એક તરફ પાલિકાની ટીમ સુરતની દ્યટનામાંથી બોધપાઠ લઈને રવાપર રોડ પર જ ફાયર સેફટીની ઝુંબેશ આદરીને ૫૫ જેટલા આસામીઓને નોટીસો ફટકારી હતી ત્યાં આગની દ્યટનાથી વિસ્તારમાં સનસની મચી જવા પામી હતી કારણકે વી માર્ટ ની બાજુમાં જ એક તરફ ઈલેકટ્રોનિક આઈટમનો શો રૂમ હતો અને બીજી તરફ ખાનગી બેંક છે ત્યારે જો આગ વધુ ફેલાઈ હોત તો મોટી હોનારત સર્જાઈ સકત કારણકે ઇલેકટ્રોનીકસના શો રૂમમાં આગ લાગી જાત તો આગ ઝડપથી ફેલાઈ હોત ત્યારે વી માર્ટના સ્ટાફ દ્વારા પત્રકારો સાથે કરાયેલ વર્તન અને ફાયર ટીમને ગોળગોળ ઘુુમાંવવાની સમગ્ર ઘટના શંકા પ્રેરે તેવી છે

ફાયરની ટીમે નોટીસ ફટકારી

આજે પાલિકાની ટીમ દ્વારા સવારથી સાંજ સુધીમાં ૫૫ આસામીઓને નોટીસ પાઠવી હતી જોકે બાદમાં વી માર્ટ શો રૂમમાં આગ લાગતા ફાયરની ટીમે શો રૂમને નોટીસ ફટકારી ફાયર સેફ્ટીના સાધનો અંગે જાણકારી માંગી છે જેથી નિયમો અનુસાર સાધનોની ખરાઈ કર્યા બાદ જ શો રૂમ ખુલી શકશે જોકે આગ ખરેખર શોટ સર્કીટથી લાગી હતી કે અન્ય કોઈ કારણ છે તે અંગે અનેક ચર્ચાએ જોર પકડ્યું છે

શો રૂમમાં ભીડ સમયે આગ લાગે તો ?

 આજે સાંજના સુમારે વી માર્ટના શો રૂમમાં આગ લાગી હતી જોકે બનાવમાં કોઈને ઈજા કે જાનહાનીના અહેવાલ મળ્યા નથી પરંતુ શો રૂમમાં વિકેન્ડ તેમજ તહેવારોમાં મોટી ભીડ રહેતી હોય છે ત્યારે આગ લાગે તો મોટી હોનારત સર્જાઈ સકે છે જેથી શો રૂમ સંચાલકોએ પોતાની અક્કડ છોડી નિયમો અનુસાર ફાયર સેફટી રાખવી જરૂરી છે અને તંત્ર પણ આ બાબતને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરે તેવી માંગ જોવા મળી હતી.

(1:27 pm IST)