Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દરીયાકાંઠા વિસ્તારની સુરક્ષા વધારવા કોસ્ટગાર્ડ અગ્રેસર

કોસ્ટગાર્ડ હેડ કવાટર્સની મુલાકાત લેતા ભારતીય તટરક્ષક દળના ડાયરેકટર જનરલશ્રી રાજેન્દ્રસિંઘ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૭: ભારતીય તટરક્ષક દળના ડાયરેકટર  જનરલ રાજેન્દ્રસિંઘ પીટીએમ, ટીએમએ ર૬ મે, ર૦૧૯ના રોજ ગાંધીનગરમાં તટરક્ષક  દળ (એનડબલ્યુ)નાં હેડ કવાટર્સની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડીજીએ ગુજરાતના દરીયાઇ સરહદોની સાથે તટરક્ષક સુરક્ષા માટેની તૈયારીની સમીક્ષા કરી હતી. તેમણે ભારપુર્વક જણાવ્યું હતું કે આઇસીજી હવાઇ અને જમીન પર સ્થિત સુરક્ષા સંબંધીત મિલ્કતો વધારવા અગ્રેસર છે. જેમાં સુરક્ષા વ્યવસ્થાને વધારવા ગોદી અને રીપેરની સુવિધા જેવા માળખાને વિકસાવવાની કામગીરી સામેલ છે તેમણે એવું પણ જણાવ્યું હતું કે અત્યારે ગુજરાતના વિવિધ સ્થળો પર કોસ્ટલ સ્ટેટીક સેન્સરની સ્થાપીત કરવાની પ્રક્રિયા બીજા તબક્કામાં છે અને એનો અમલ ચાલુ છે. એનાથી કચ્છ અને ખંભાતની ખાડીના વિસ્તારોમાં જહાજના ટ્રાફીકનું વ્યવસ્થાપન કરવાની વ્યવસ્થા અને બંદર સતામંડળ એમ બન્ને પર નજર રાખવાની ક્ષમતામાં વધારો થશે.

ડીજીએ નશીલા દ્રવ્યોની દાણચોરી સામે તાજેતરમાં પાર પાડવામાં આવેલા બે ઓપરેશન  માટે આ ક્ષેત્રની પ્રશંસા કરી હતી. જેમાં એક ઓપરેશન એકસકલુઝીવ ઇકોનોમીક ઝોન (ઇઇઝેડ)ના કિનારા પર હાથ ધરવામાં આવ્યું હતું અને બીજું ઓપરેશન પાકીસ્તાન  સાથે આંતરરાષ્ટ્રીય દરીયાઇ સરહદ રેખા (આઇએમબીએલ) પર પુરૂ પાડવામાં આવ્યું હતું. તેમણે દરીયામાં જહાજોની સાહસીક કામગીરીની પ્રશંસા કરી હતી. જેણે દરીયામાં પ્રતિકુળ સ્થિતિમાં પણ ઓપરેશન સફળતાપુર્વક પાર પાડયું હતું.

તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના સામાન્ય ઉદેશને પાર પાડવા માટે યોગ્ય સમયે યોગ્ય જાણકારી વહેચીને વિવિધ સંસ્થાઓ વચ્ચે સમન્વય વધારવા માટેની કાર્યકારી ફિલોસોફીને અનુરૂપ તમામ હિતધારકો સાથે ઉત્સાહ અને સ઼કલન સ્થાપીત કરીને કામ કરવાનો જુસ્સો જાળવી રાખવા સીજી ટીમની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત  ડીજીએ ભારતીય તટરક્ષક દળનાં સામુદાયીક આદાન-પ્રદાન કાર્યક્રમના ભાગરૂપે માછીમારો સાથે સામુદાયીક સંકલન માટેની ઇચ્છા વ્યકત કરી હતી. તેમણે માનવતાલક્ષી કાર્યો ઉપરાંત સમાંતર ધોરણે ફાળવવામાં આવતી કામગીરીને સંપુર્ણ ઉત્કૃષ્ટતા સાથે બજાવવા બદલ તટરક્ષકોમાં આત્મવિશ્વાસ વ્યકત કર્યો હતો.

(1:26 pm IST)
  • સુરતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરશે ધરણા પ્રદર્શન : સરથાણા જકાતનાકા વિસ્તારમાં હાર્દિકની થઈ અટકાયત : તેની ગાડી પોલીસ દ્વારા ઘેરવામાં આવી access_time 1:16 pm IST

  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST

  • શપથ ગ્રહણ કર્યા પહેલા મોદીએ કરી કાશીવિશ્વનાથની પૂજા-અર્ચનાઃ અમિતભાઇ શાહ અને યોગી આદિત્યનાથ પણ હાજર access_time 1:15 pm IST