Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મોરબીમાં બોર્ડ ફર્સ્ટ વિદ્યાર્થીને બનવું છે સીએ

મોરબી, તા.૨૭: રાજયના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબી જીલ્લો ૮૪.૧૧% પરિણામ સાથે સમગ્ર રાજયમાં ત્રીજા ક્રમે રહ્યો છે મોરબી જીલ્લાના કુલ ૫૩૮૭ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૧૦ વિદ્યાર્થીઓ એ ૧ ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે.  તે ઉપરાંત મોરબી જીલ્લાનું અગાઉ ૧૨ સાયન્સ અને ધોરણ ૧૦ બાદ ૧૨ સામાન્ય પ્રવાહમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ આવતા વિધાર્થીઓ અને વાલીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સર્વોપરી સ્કૂલનો પુરોહિત ભાવિક ૯૯.૯૯ પીઆર સાથે બોર્ડ ફર્સ્ટ

મોરબીની સર્વોપરી સ્કૂલમાં અભ્યાસ કરતા પુરોહિત ભાવિકે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૯ પીઆર મેળવીને બોર્ડ ફર્સ્ટ આવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે પિતા કૌશિકભાઈ ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે ભાવિકને આગળ અભ્યાસ કરીને સીએ બનવું છે વિદ્યાર્થીઓને બોર્ડ ફર્સ્ટ ભાવિક જણાવે છે કે વાંચનની કલાક સ્ટેપ બાય સ્ટેપ વધારવી તેમજ નોટ્સ તૈયાર કરવી જે પરીક્ષા સમયે કામ લાગી સકે એ જ તેની સફળતાનું પણ રહસ્ય છે.

મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધવું છેઃ શ્રેય ગાંધી

મોરબીની ઉમા વિદ્યા સંકુલ શાળામાં અભ્યાસ કરતો ગાંધી શ્રેય અતુલભાઈએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૧ પીઆર મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે પિતા અતુલભાઈ સિરામિક વ્યવસાય સાથે જોડાયેલા છે ધોરણ ૧૨માં સફળતા મેળવ્યા બાદ શ્રેય ગાંધીને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધવું છે અને આઈઆઈએમમાં પ્રવેશ મેળવવા તેઓ મહેનત અને પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું.

રાણપરા ઓમને અભ્યાસ કરીને બનવું છે સીએ

નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતા રાણપરા ઓમ પરેશભાઈ નામના વિદ્યાર્થીએ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૮૫ પીઆર મેળવીને સિદ્ઘિ હાંસલ કરી છે રાણપરા ઓમના પિતા પરેશભાઈ સોની કામ સાથે સંકળાયેલા છે તો પુત્ર ઓમ રાણપરાને આગળ અભ્યાસ કરીને સીએ બનવાનું સ્વપ્ન છે જેનો અભ્યાસ પણ તેને શરુ કરી દીધો છે ધોરણ ૧૨ ની પરીક્ષાઓ બાદ તુરંત તે નવયુગ કરિયર એકેડમીના સીએના કોર્સ સાથે જોડાયા છે અને પોતાના સ્વપ્નને પૂર્ણ કરવાની તૈયારીઓ આરંભી છે.

(1:25 pm IST)