Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં સૌથી વધુ શિક્ષિત વ્યકિત રીતેન્દ્ર રાઠોડની શિક્ષણ વિભાગના બનાવટી લેટર બનાવવાના કેસમાં ધરપકડ

વઢવાણ, તા. ર૭ : ગુજરાતના સૌથી શિક્ષિત વ્યકિત તરીકે ગુજરાત સરકારે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનને નવાજયો હતો તે યુવક જ શિક્ષણ વિભાગના ડુપ્લીકેટ લેટર સાથે ઝડપાતા ચકચાર જાગી છે.

મુળ હળવદ તાલુકા સુસવાવ ગામે રહેતા અને હાલ વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા રીતેન્દ્રકુમાર એન. રાઠોડનો જન્મ ૯ ફેબ્રુઆરી ૧૯૯૧માં થયો હતો. રીતેન્દ્રના પિતા એન.એમ. રાઠોડ આઇટીઆઇમાં ઓફીસર તરીકે નોકરી કરતા હતા. રીતેન્દ્રકુમાર રાઠોડે શિક્ષણ મેળવી ધોરણ ૧૦નો અભ્યાસ કર્યો હતો.

આ દરમ્યાન ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત,  તામિલ, કન્નડ, ઉર્દુ, માલાયમ, પંજાબી, ઉડીયા, બંગાલી, આસામી, મુનિપુરી ૧ર ભારતીય ભાષા અને ર્ફેન્સ, જર્મની, રશિયાન અને સ્પેનીશ ૪ વિદેશી ભાષાના જાણકાર છે. ગુજરાતના સૌથી શિક્ષિત વ્યકિત તરીકે ગુજરાત સરકારે સુરેન્દ્રનગર જિલ્લાના આ યુવાનને નવાજયો હતો. આ યુવાને શિક્ષણ વિભાગનો બનાવટી લેટર બનાવનાર કેસમાં સીઆઇડી ક્રાઇમે ધરપકડ કરી છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીનગર શિક્ષણ વિભાગના અગરસચિવ શ્રીમતી અંજુ શર્માનો ખોટો પત્રો તૈયાર કરી સોશ્યલ મીડીયા પર વાયરલ કરાયો હતો.

આથી શિક્ષણ વિભાગના ઉપસચિવ પોપટભાઇ મેનપરાએ ફરીયાદ કરી હતી. આથી સીઆઇડી ક્રાઇમના આશિષ ભાટીયાએ આ તપાસ સ્ટેટ સાયબર ક્રાઇમને સોંપવાનો હુકમ કર્યો હતો. ત્યારે અજયકુમાર તોંમરની સુચનાથી સાયબર સેલના સ્ટાફે રીતેન્દ્રકુમાર નથુભાઇ રાઠોડને પકડી પાડયો હતો. બીજી તરફ આ મામલે આરોપી પાસેથી લેપટોપ કબ્જે કરી તપાસ કરતા શિક્ષણ ભાગ અને નાસાના બનાવટી પત્રો મળી આવતા ચકચાર ફેલાઇ છે.

(1:24 pm IST)