Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બગોદરા-તારાપુર હાઈ-વે નો પૂલ જોખમી

વઢવાણઃ બગોદરા તારાપુર હાઈવે ઉપર નદી ઉપર બંધાયેલ પૂલ છુટ્ટો પડી જવાની દહેશત વ્યકત કરાતો વિડીયો હાલમાં વાયરલ થયો છે. પૂલ નીચેથી ફસકી ગયો છે તેમ છતા પૂલ ઉપર વાહન વ્યવહાર પણ ચાલુ જ રહેલો છે. ત્યારે મોટી દુર્ઘટના - જાનહાની સર્જાય એ પહેલા પૂલને બંધ કરાવવામાં આવે એવા આક્ષેપ સાથે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે (તસ્વીર-અહેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(1:24 pm IST)