Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પોરબંદરના કીર્તિ મંદિરનો ૬૯મો લોકાપર્ણ દિન

૧૯પ૦માં સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયેલ : ગાંધીજીના જન્મસ્થાનના જૂના મકાન પાસે કીર્તી મંદિરનું નિર્માણ : ગાંધીજીની ઉંમર મુજબ કીર્તિ મંદિર ઉપર ૭૯ કળશ શીખર

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭ : ગાંધીજીના જન્મ સ્થાનના જૂના મકાન પાસે નિર્માણ કરાયેલ કીર્તિ મંદિરનું ૧૯પ૦ની ર૭મી મેના રોજ સરદાર વલ્લભભાઇ પટેલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ગાંધીજી ૭૯ વર્ષ જીવ્યા એટલે કીર્તી મંદિર ઉપર ૭૯ કળશ શીખર સુશોભિત કરેલ છે. કીર્તિ મંદિરના નિર્માણ માટે શેઠશ્રી નાનજીભાઇ કાળીદાસ દ્વારા આર્થિક અનુદાન મળ્યું હતું. કીર્તિ મંદિરે સર્વધર્મ સમભાવ દર્શાવતી એક જાળી પણ છે કીર્તિ મંદિરે પૂ. ગાંધીજી અને કસ્તુરબાના તૈલી ચિત્રો છે. આ ચિત્રો નારણદાસ ખેરે બનાવેલ છે.  કીર્તિ મંદિરનું સંચાલન ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકો વર્ષો પહેલા કરતા છેલ્લા ૧૦ વર્ષથી વહીવટ સરકાર હસ્તક છે અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ બનાવવામાં આવી છે.  કીર્તિ મંદિરમાં ગાંધી સંગ્રહાલય અને કસ્તુરબા મહિલા પુસ્તકાલય છે. પોરબંદરના રાજવી પણ આઝાદની ચળવળ સમયે ખાદી પોશાક પહેરતા હતાં. વર્તમાન સમયે ગાંધી મૂલ્યો જળવાય રહે લેવા પ્રયત્નો કરવાની જરૂર છે.

(1:24 pm IST)