Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભાવનગરમાં ચાર દિ'પહેલા દૂધવાળાને લૂૂંટી લેનારા છ આરોપી ઝડપાયાઃ પોલીસે બીજી લૂંટનો બનાવ તે પહેલાં જ સફળ કામગીરી કરી

ભાવનગર, તા. ર૭:  બે દિવસ પુર્વે તા. ૨૩/૦૫/૨૦૧૯ ના બપોરના સવા ત્રણ સાડા ત્રણ વાગ્યાના સુમારે ફરિયાદી ધર્મેન્દ્રભાઇ સતનભાઇ સરવૈયા રહેવાસી દેવરાજનગર ભાવનગરવાળા પોતાના મોટર સાયકલ ઉપર દુધ એજન્સીના ઉદ્યરાણીના પૈસા લઇને બેંકમાં ભરવા જતા હતા અને શિવાજી સર્કલ સીતારામ હોસ્પીટલ પાસે રોંગ સાઇડમાં એક મોટર સાયકલ ઉપર બે ઇસમો આવી ફરિયાદીના મોટર સાયકલ સાથે તેઓનું મોટર સાયકલ ભટકાડી ફરિયાદી સાથે ઝદ્યડો કરી દરમ્યાન બીજા સ્પોર્ટ બાઇક ઉપર બે ઇસમો આવી ચારેય ભેગા મળી ફરિયાદી પાસે રહેલ રૂપિયા ભરેલ થેલો જેમા રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- હતા તેની લુંટ કરી મોટર સાયકલો ઉપર ભાગી ગયેલ  પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠૌર એ સુચના આપેલ જે અનુસંધાને SOG/LCB ના પોલીસ ઇન્સ. એસ.એન.બારોટ ની રાહબરી નીચે LCB પોલીસ સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા SOG નાપોલીસ સબ ઇન્સ. એચ.એસ.ત્રિવેદી એઙ્ગ જુદી જુદી ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કરેલ.

દરમ્યાન ભાવનગર પોલીસને ત્રીજી આંખ સમાન નેત્ર તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા એલ.સી.બી.ના પોલીસ કોન્સ. વિઠ્ઠલભાઇ બારૈયા તથા એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. બાવકુદાન ગઢવીને બાતમી દારો દ્રારા હકિકત જાણવા મળેલ કે, ઉપરોકત લુંટમાં રીઢો ચોર મેહુલ ઉર્ફે કુબો ધરમશી બાંભણીયા/કોળી રહે. ભુંભલી વાળો સંડોવાયેલ હોય અને તે પોતાના હવાલાના મો.સા. ઉપર અધેવાડાથી ભાવનગર તરફ આવવાનો હોય તેવી ચોક્કસ માહિતી મળતા જુદી જુદી ટીમ બની વોચમાં હતા દરમ્યાન રીંગ રોડ ઉપરથી આ મેહુલ ઉર્ફે કુબો પકડાઇ ગયેલ બાદ જેની પ્રાથમીક પુછપરછમાં પોતે લુંટના ગુન્હાની કબુલાત આપી અને આ લુંટમાં પોતા ઉપરાંત અન્ય આરોપીઓ સુરતથી ભાવનગર આવવાના છે અને પોતે તેનેજ લેવા માટે જાય છે તેવી હકિકત જણાવતા અમદાવાદ હાઇવે નિરમા પાટીયા વોચમાં હતા દરમ્યાન આરોપીઓ (૧) મધુ બાબા સોલંકી/આહિર ઉ.વ.૨૪ રહે. કોદીયા તા. તળાજા (૨) ભાવીક ધર્મેશભાઇ દવે/બ્રાહ્મણ ઉ.વ.૨૬ રહે. શિવનારાયણ સોસાયટી લીલા સર્કલ ભાવનગર (૩) દિનેશ લોમાભાઇ સોલંકી ઉ.વ.૨૦ રહે. મુળ ગામ કોદીયા (૪) જીતુભાઇ ઉર્ફે જય ઓદ્યડભાઇ ભાદરકા/આહિર ઉ.વ.૨૫ રહે. કોદીયા (૫) જીતુભાઇ હાજાભાઇ ખમલ/આહિર ઉ.વ.૨૩ રહે. ઘાણા (૬) ભાવિક ઉર્ફે ભાવો દિનેશભાઇ ગોસ્વામે/બાવાજી ઉ.વ.૨૦ રહે. ભુંભલી પકડાઇ ગયેલ અને તેઓ પાસેથી લુંટમાં વાપરેલ વાહનો મોટર સાયકલો કબ્જે કરવામાં આવેલ છે.

  મજકુર આરોપીઓ  પુછપરછમાં હકિકત જણાવેલ છે કે, ઉપરોકત તમામે અગાઉ ફરિયાદીની રેકી કરી શીવાજી સર્કલ પાસે રોકડ રૂપિયા ભરેલ થેલાની લુંટ કરી ભાગી ગયેલ હતા આમ ભાવનગર એલ.સી.બી./એસ.ઓ.જી. પોલીસે મળી બે દિવસ પુર્વે થયેલ રોકડ રૂપિયા ૧,૧૩,૩૦૦/- ના લુંટના ગુન્હાનો ભેદ ઉકેલી સાત આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડેલ છે. આરોપીની પુછપરછ હાલ ચાલુ છે લુંટમાં ગયેલ રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી કબ્જે લેવા તજવીજ શરૂ છે. તદઉપરાંત આરોપીઓ કબુલાત આપેલ છે કે બી ત્રણ દિવસ બાદ મજકુર આરોપીઓ જેસર પાસેના કોઇ દુધ મંડળીના કર્મચારી લુંટી લેવાનો પ્લાન બનાવેલ હતો આ પ્લાનને અંજામ આપે તે પહેલાજ આરોપીઓએને ઝડપી પાડવામાં આવેલ હતા.   

આ કામગીરીને સફળ બનાવવામાં તથા એસ.ઓ.જી. તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ તથા નેત્ર કમાન એન્ડ કંટ્રોલ તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા આર.આર.સેલ.ની ટીમ જોડાઇ હતી. તેમજ ઉપરોકત સાત આરોપીઓમાંથી એક આરોપીને પકડવામાં આર.આર.સેલ. ભાવનગરની ટીમ પણ જોડાઇ હતી.

(1:22 pm IST)