Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સુરતમાં થયેલ આગની દુર્ઘટનાનું રાજ્યમાં કે જૂનાગઢમાં પુનરાવર્તન ન થાય માટે તકેદારી રાખોઃ કોંગ્રેસ

જૂનાગઢ, તા. ૨૭ :. સુરતના સરથાણા જકાતનાકા સામે ટયુશન કલાસમાં થયેલ આગની દુર્ઘટના દુઃખદ અને નિંદનીય છે તેને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સખત શબ્દોમાં વખોડી જણાવ્યુ હતુ કે તેમા જે કોઈ જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ટયુશન કલાસમાં કોઈ સેફટી સાધનો ન હોવા છતાય મંજુરી કેમ અપાય ? સુરતની આગની ઘટનામાં જવાબદાર હોય તેની શેહશરમ રાખ્યા વગર તંત્ર કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

આ અંગે જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાઠવેલ પત્રમાં જણાવ્યુ હતુ કે ફરીવાર સુરતની ઘટનાનું રાજ્યભરમાં કે જૂનાગઢ જિલ્લામાં પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે જૂનાગઢ શહેરના વણઝારી ચોક, માંગનાથ રોડ, મોતીબાગ રોડ વિગેરે અન્ય સ્થળે કે જ્યાં સાયકલ લઈને નિકળવું પણ મુશ્કેલ છે તેવા ગીચ વિસ્તારોમાં ટયુશન કલાસો, સ્કૂલો ચાલે છે ત્યાં કોઈ ફાયરસેફટી વાહનો પણ જઈ શકે તેમ નથી તેવા જોખમી ટયુશન કલાસો અને સ્કૂલો તાકીદે સલામતીના ભાગરૂપે બંધ કરાવીને સલામત સ્થળે બારોબાર ખસેડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમ પ્રમુખ નટુભાઈ આર. પોકીયા અને મહામંત્રી વી.ટી. સીડાની યાદીમાં જણાવાયુ છે.

(1:19 pm IST)