Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કેશોદના માણેકવાડા આરોગ્ય કેન્દ્રમાં એકટીવ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે નિદાન કેમ્પ

કેશોદ : કેશોદના એકટીવ ટ્રસ્ટ દ્વારા તથા ગ્રામ પંચાયત માણેકવાડા આયોજીત વિના મૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં કેશોદની સિધ્ધી ઓર્થોપેડીક એન્ડ સર્જીકલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.કલપક ધોરણે દર્દીઓની તપાસ નિદાન કર્યું હતું કેમ્પમાં સાંધા હાડકાંઙ્ગ સ્નાયુના રોગો સંધીવા કમરનો દુઃખાવો સાઈટીકા સહીતનાં રોગોનું વિનામૂલ્યે નિદાન કરવામાં આવ્યું હતું જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને રાહતદરે દવાઓ આપવામાં આવી હતી વિનામૂલ્યે નિદાન કેમ્પનો દર્દીઓએ લાભ લીધો હતો યોજાયેલ વિનામૂલ્યે નિદાન કેમ્પમાં માણેકવાડા સરપંચશ્રી ભીખુભાઈ સોનારા ઉપ સરપંચશ્રી મેરામણભાઇ સોનારા હરદાસભાઈ બામરોટીયા કેશોદ મોબાઈલ એસોસિએશન પ્રમુખ રાજુભાઇ બોદર તથા સિધ્ધી ઓર્થોપેડીક એન્ડ સરજીકલ હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. (કિશોરભાઈ દેવાણી-કેશોદ)

(1:18 pm IST)