Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જેતપુરના પીઠડીયા ગામે જુગારના હાટડા પર એલસીબી ત્રાટકી : ૧૭ પતાપ્રેમીઓ પકડાયા

તા.પં.ના પૂર્વ પ્રમુખ નારણ પટેલ તેના કારખાનામાં જુગાર રમાડતો'તો : ૬.૧૭ લાખની રોકડ સહિત ૧૦.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે

જેતપુર, તા. ર૬ : તાલુકાના પીઠડીયા ગામે તા.પં.ના પૂર્વ પ્રમુખના કારખાનામાં ધમધમતા જુગારના હાટડા પર એલસીબીએ રેઇડ કરી જુગાર રમતા ૧૭ શખ્સોને ૧૦.૯૯ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણાએ પ્રોહી-જુગારની બદી નાબુદ કરવા અંગે સુચનાઓ આપેલ હતી જે અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. એચ.એ. જાડેજા તથા પો. સબ ઇન્સ. વી.એમ. લગારીયાએ એલ.સી.બી. સ્ટાફના પો. કોન્સ. મનોજભાઇ બાયલનાઓની વાતમી આધારે તા.પં.ના પૂર્વ પ્રમુખ નારણ શંભુભાઇ દાવડા રહે.-પીઠડીયા ગામ, પંચનાથ ચોક તા. જેતપુરના કબ્જા ભોગવટાના જેતપુર તાલુકાના પીઠડીયા ગામની ખારામાં સીમમાં આવેલ જલારામ પ્રિન્ટ નામના સાડીના કારખાનાના રૂમમાં રેઇડ કરી રોકડ રૂ. ૦૬,૧૭,૩પ૦ તથા વાહનો તથા મોબાઇલ સહિત કુલ રૂ. ૧૦,૯૯,રપ૦ના મુદામાલ સાથે ૧૭ ઇસમોને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં (૧) નારણ શંભુભાઇ દાવડા-પટેલ રહે. પીઠડીયા ગામ, (ર) અજય કાનાભાઇ ઓડેદરા રહે.-જુનાગઢ, જોષીપરા (૩) ગોપાલ ઉર્ફે જીતેન્દ્રભાઇ ભકિતરામભાઇ અગ્રાવત રહે. સરધારપુર ગામ તા. જેતપુર (૪) વિપુલ ભીખુભાઇ ઘડુક રહે-પીઠડીયા ગામ (પ) દેવદાસ નાગાભાઇ ભુતીયા રહે. પોરબંદર, બોખીરા (૬) અશોક દુભાઇ વાળા રહે.જાંજરડા, પાણીના ટાંકા પાસે તા. જુનાગઢ (૭) મયુદિન રસુલભાઇ સૈયદ રહે. નવાગઢ, ગઢની રાંગ ઇલાહી ચોક તા. જેતપુર (૮) બીજલ બાવનભાઇ કોડીયાત રહે. જુનાગઢ, સીટી બસ કોલોની, સીંધી સોસા. રોડ (૯) રાજેશ નાગાજણભાઇ ઓડેદરા રહે. પોરબંદર, બોખીરા તુમડા (૧૦) રાજુ દેવાભાઇ ઓડેદરા રહે. મેખડી ગામ તા. માંગરોળ (૧૧) સંજય હિરાભાઇ કાનાબાર રહે. જેતપુર, પાંચપીપડા રોડ (૧ર) રણમલ નેભાભાઇ પરમાર રહે. મેખડી ગામ તા. માંગરોળ (૧૩) રામદે રામાભાઇ રહે. ફટાણા ગામ તા.જી. પોરબંદર (૧૪) જલા લાખાભાઇ ઓડેદરા રહે.-જુનાગઢ, મધુરમ બાયપાસ સુદામા પાર્ક (૧પ) અરજણ સીધીભાઇ બાપોદરા રહે. કોટડા તા. કુતિયાણા (૧૬) રામા વીંજાભાઇ ભુતીયા રહે. પોરબંદર મેમણવાડા તથા (૧૭) મુકેશ લખમણભાઇ વઘાસીયા રહે. કુતિયાણા, મદ્રેશા લાઇન જી. પોરબંદરનો સમાવેશ થાય છે.

એલસીબીએ રોકડા રૂપિયા ૦૬,૧૭,૩પ૦ તથા વાહનો-૪ (૧) ઇનોવા કાર (ર) સ્વીફટ ડીઝાયર કાર (૩) હિરો સ્પ્લેન્ડ મો.સા. (૪) સીડી ડીલક્ષ મો.સા. કિ. રૂ. ૪,પ૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૭ કિ. રૂ. ૩૧,૯૦૦ મળીને કુલ રૂપિયા ૧૦,૯૯,રપ૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ કામગીરીમાં એલસીબીના પો.હેડ કોન્સ. મહિપાલસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, રમેશભાઇ કાળાભાઇ બોદર, પો.હેડ કોન્સ. અમીતભાઇકનેરીયા, પો.કોન્સ. જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, મનોજભાઇ બાયલ, ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા તથા અમુભાઇ વિરડા જોડાયા હતા.

(1:17 pm IST)