Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મોટી પાનેલી ડમ્ફર અને ટાટા ઇન્ડિકા વચ્ચે જોરદાર ટક્કર

મોટી પાનેલી, તા.૨૭: પાનેલી ખારચીયા વચ્ચે સાંજના  પાનેલી ડેમ માંથી માટી ભરી જતું ડમ્ફર અને સામેથી આવતી ટાટા ઇન્ડિકા ગાડી વચ્ચે જોરદાર ટક્કર થયેલ ગાડીનો આગળનો ભાગ સાવ ફેલ થઇ ગયો છતાં સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી. જાણવા મળે છે કે ઇન્ડિકા કાર ભાણવડ ગઢવી પરિવારની હતી જેમાં પરિવારના પાંચ સભ્યો ત્રણ લેડીસ બે જેન્ટસ સવારી કરતા હતા પરંતુ ગઢવી પરિવાર ઉપર માતાજી નિ કૃપા બની કે કોઈ જાનહાની ન થતા નાની મોટી ઇજા થતા સારવાર માટે ઉપલેટા લઇ જવામાં આવેલ ડમ્પર પોરબંદરનુ છે દ્યટનાની જાણ થતા તાત્કાલિક ભાયાવદર પોલીસ આવી બન્ને ગાડીને રસ્તાની બાજુમાં ખસેડી ટ્રાફિક હળવો કરી આગળની કાર્યવાહી કરેલ હતી.

(12:04 pm IST)