Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

માણાવદરમાં બાલમંદિર ગલીમાં જે બીલ્ડીંગમાં વાલ્મીકી કામદારનું મૃત્યુ થયું તે બાંધકામ મંજુરી વગર કેમ થયુ?

માણાવદર તા ૨૭  :  માણાવદર શહેરના બાલમંદિર વાળી શેરી, શાકમાર્કેટ પાસે તાજેતરમાં વાલ્મીકી સમાજના ડાયાભાઇ પરમારને બીલ્ડીંગમાં કામ ેબોલાવેલ, જે ત્રણ માળના બનેલા કોમર્શીયલ બીલ્ડીંગની કાયદેસરની પાલીકાની કોઇ મંજુરી જ નથી મેળવી, તેમ પાલિકા સુત્રોએ જણાવ્યું છે. તયારે કોઇપણ સલામતી સાધનો વગર કે વીમો ઉતરાવ્યા વગર જ કામે લગાડી દઇ તેનું કોઇપણ કારણે મૃત્યુ થયું તેમાં વાલ્મીકી સમાજના પરિવારનો માળો પીંખાયો છે તેને ભીનું સંકેલી લેવામાં આવી રહ્યાનું ચર્ચાઇ રહયું છે. આ બાંધકામની મંજુરી વગરના બીલ્ડીંગ કેમ થવા દીધું ?  શું કોઇ શેફટી સાધનો હતો ? ફરી પરિવારનો માળો પિંખાઇ પહેલા આ બીલ્ડીંગની કલેકટરશ્રી તપાસ કરશે ? સુરતવાળી ફરી થશે તો માણાવદરમાં  જવાબદારકોણ થશે? શું માનવ જીંદગીની કોઇ કિંમત જીલ્લા સતાવાળાઓને નથી, તે હાલની સ્થિતી કહે છે.

(12:02 pm IST)