Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૬૦ સેટેલાઈટની લિંકે કચ્છના આકાશમાં સજર્યો ઊડતી રકાબીનો નઝારો

બે દિવસ પહેલા નેધરલેન્ડના આકાશમાં દેખાયો હતો આ નઝારો, મૂળ અમેરિકા દ્વારા પૃથ્વીની નજીક લોન્ચ કરાયેલા ૬૦ ઉપગ્રહોએ સજર્યો અદભુત અવકાશી નઝારો

ભુજ,ર૭ :  ગઈકાલે રવિવારે કચ્છના આકાશમાં જોવા મળેલા નઝારાએ લોકોમાં આકર્ષણ સાથે ચર્ચા સર્જી હતી. થયું એવું કે, રાત્રે પોણા નવ વાગ્યાના અરસામાં જાણે આકાશમાં એક સાથે અનેક ઊડતી રકાબી અથવા તો અવકાશી ટ્રેન જતી હોય તેવું જોવા મળ્યું હતું.  ઝબુક ઝબુક સાથે એક જ હરોળમાં જઈ રહેલા આ અવકાશી નઝારાએ લોકોમાં કુતુહુલ સજર્યું હતું. કચ્છના જાણીતા એસ્ટ્રોનોમર નરેન્દ્ર ગોર 'સાગરે' જણાવ્યું હતું કે, કચ્છમાં આ નઝારો બન્ની અને નલિયા વિસ્તારના ગામો નિરોણા, ગોરેવાલી, કોઠારા ના આકાશમાં જોવા મળ્યો હતો.

એસ્ટ્રોનોમર શ્રી ગોર ના જણાવ્યા પ્રમાણે આ એક સ્ટાર લિંક હતી, જે ગત ગુરુવારે અમેરિકા દ્વારા સ્પેસ ફાલકન રોકેટથી ૬૦ ઈન્ટરનેટ કોમ્યુનિકેશન માટેના સેટેલાઇટને પૃથ્વીની ધરીની નજદીક છોડવામાં આવ્યા છે. ૪૪૦ કિમીની ભ્રમણકક્ષામાં એકબીજાની નજીક ફરતા આ ૬૦ સેટેલાઈટના સમુહે યુરોપમાં પણ રોમાંચ અને કુતુહુલ સજર્યા હતા.

આ સમયે કચ્છ ના રણ માં દેખાતી છરબત્ત્।ીની યાદ તાજી થઈ છે. રાત્રે રણના આકાશમાં ચમકતી છરબત્ત્।ીનો ભેદ હજી સુધી કોઈ ઉકેલી શકયું નથી. જોકે, કચ્છમાં દેખાયેલી ૬૦ સેટેલાઇટની સ્ટાર લિંક બે દિવસ પૂર્વે જ નેધરલેન્ડના આકાશમાં પણ દેખાઈ હતી અને તેની તસ્વીર ત્યાંના એસ્ટ્રોનોમર ડો. માર્કો લેન્ગબ્રોક દ્વારા લેવાઈ હતી.

(12:01 pm IST)