Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભાવનગર માયા ટ્રાવેલ્સમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૭૩ સાથે ત્રણ ઇસમો ઝડપાયા

ભાવનગર, તા. ર૭ :  ભાવનગર શહરેમાં બનેલ લુંટના બનાવ અનુસંઘાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આપીઓની તપાસમાં નિરમા ચોકડી ઉપર વોચમાં હતી. તે દરમ્યાન ભયપાલસિંહ ચુડાસમાને બાતમી રાહે હકિકત મળેલ કે મુંબઇ/ભાવનગર ચાલતી માયા ટ્રાવેર્લસ નામની બસમાં ભારતીય બનાવટના દારૂની હેરફેર થાય છે. તે ટ્રાવેલ્સમાં મુંબઇથી દારૂ ભરી ભાવનગર આવવાનો છે. અને તે દારૂનો જથ્થો લાવવા માટે ટ્રાવેલ્સના ડ્રાઇવર/કલીનરની દારૂનો જથ્થો માલ સામન ભેગો ડીકીમાં હોવાની શકયાતા છે. તેવી  હકિકત આદ્યારે વહેલી સવારના નિરમા ચોકડી વોચમાં રહેતા તે દરમ્યાન માયા  બસને રોકી ડીકીની ઝડતી લેતા તેમાંથી અલગ અલગ પ્લાસ્ટીકના થેલાઓમાં  બોટલ નંગ-૧૭૩ કી.રૂ.,૩૪,૩૦૦/- ની મળી આવતા તેમજ મોબાઇલ નંગ-૦૪ કિ.રૂ. ૧૧,૦૦૦/- તથા બસની કિ.રૂ. ૧૫,૦૦,૦૦૦/- ગણી કુલ કિ.રૂ૧૬,૪૫,૩૦૦/-ના મુદામાલ સાથેઙ્ગ પકડાય જઇ તમામે પ્રોહી કલમ- પ્રોહી કલમ ૬૫ એ ઈ ૮૧, ૧૧૬બી, ૯૮() મુજબઙ્ગ ગુન્હો કરેલ હોય તમામ વિરૂધ્ધમાં વેળાવદર (ભાલ) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આરોપીઓ

() ચેતનસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા ઉવ. ૩૮ રહે. પ્લોટ નં- ૦૧ ચિત્રાઙ્ગ જી.આઇ.ડી.સી. ચેતન નિવાસ ભાવનગર

() કલીનર મુકેશભાઇ ઉર્ફે મુન્નો ભાયાભાઇ ચુડાસમા ઉવ.૩૦ દ્યંદ્યો-કલીનર રહે. કુંભારવાડા નારી રોડ  રણીયલ ચોક સીબુ હિરાની દ્યંટી પાસે ભાવનગરઙ્ગ

() પરાક્રમસિંહ ગોવુભા ચુડાસમા ઉવ.૪૯ ઘંઘો- ડ્રાઇવીંગ રહે. કમીયાળા તા. ઘોલેરા ઝડપી લીધા છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના I/C પોલીસ ઇન્સ. શ્રી. એસ.એન.બારોટ તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથાપો.કો.રાજેન્દ્રસિંહ સરવૈયા, ઇમ્તીયાઝ પઠાણ, ચિંતનભાઇ મકવાણા, જયદિપસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, શકિતસિંહ ગોહિલ વિગેર સ્ટાફના માણસો જોડાયા હતા.

(12:00 pm IST)