Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

મુખરડા પાસે મોટર સાયકલ ડીવાયડર સાથે અથડાતા ખાખીજાળીયાના યુવાનનું મોત

મરનાર-ખાખીજાળીયાના દિનેશભાઇ સુવાનો એકનો એક પુત્ર હતો

ઉપલેટા, તા. ર૭ : ઉપલેટાથી પોરબંદર તરફ જતા રોડ ઉપર મુખરડાના પાટીયાથી આગળ-સર્વિસ રોડ ઉપર જતાં મોટરસાયકલ કોઇ કારણસર ડીવાયડર સાથે ભટકાતા મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજેલ હતું.

વિગત એવા પ્રકારની છે કે ખાખીજાળીયા ગામનો આહિર યુવાન પીયુષ ીદનેશભાઇ સુવા ઉ.વ.૧૯ વાળો પોતાનું મોટરસાયકલ નં. બી.જી. ૭રર૮ ઉપર મુખરડાના પાટીયા પાસે સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે કોઇ કારણસર મોટરસાયકલ ભટકાતા કે સ્લીપ થતા મોટરસાયકલ ચાલકનું માથુ ડીવાયડર સાથે અથડાતા પીયુષનું હેમરેજ થતાં ઘટના સ્થળે જ મોત થયેલ છે.

મરનાર પીયુષ દિનેશભાઇનો એકનો એક પુત્ર હતો તેમને બે બહેનો છે જેમાં એક બહેન જેતપુર પોલીસમાં અને એક બહેન કુતિયાણા સાસરે હોવાનું જાણવા મળેલ છે. આ બન્ને બહેનોએ એકના એક ભાઇ ગુમાવતા આઘાતમાં પરિવાર શોકમગ્ન બનેલ છે.

(11:59 am IST)