Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભાવનગરમાં વન્ય જીવોના અંગો વેચનાર ટોળી ઝબ્બે

ભાવનગર તા. ર૭ :.. ભાવનગરમાંથી વન વિભાગની ટીમે ગેરકાયદે વન્ય જીવોનાં અંગો વેચતા શખ્સોને ઝડપી લીધા હતાં.

વિગતોમુજબ નાયબ વન સંરક્ષણ શ્રી ડો. સંદિપકુમારની સુચનાથી મદદનીશ વનરસક વી. એ. રાઠોડ તથા આર. પી. પાટીલ તથા સ્ટાફનાં કુ. એસ. કે. પંડયા, કુ. અંકિતા પનોત, કુ. ડી.વી. લાધવા સહિતની ટીમે ભાવનગરમાં ગેરકાયદે રીતે વન્ય જીવોનાં અંગોનો વેપાર કરતી પરપ્રાંતીય શખ્સોની ટોળકીને ભાવનગર મોતી બાગ ટાઉન હોલ જીલ્લા પંચાયત પાસે ફુટપાથ ઉપર પાથરણા રાખી ગેરકાયદે હાથા જોડી સામે ઝડપી લીધી હતાં. જેમાં ચંદુ મોહન ફુલડ ચૌહાણા (રહે. હલખેડા, જી. જલંગાવ મહારાષ્ટ્ર) હીરાનજન લૂભાઇ પવાર રહે. જલગાંવ-મહારાષ્ટ્રને ઝડપી લઇ વાઇલ્ડ લાઇફ પ્રોટકશન એકટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(11:59 am IST)