Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેર પીધું, ૬ લાખ સામે ૧૯.૭૧ લાખ ચૂકવ્યા છતાંયે દાદાગીરી- બે વ્યાજખોરો સામે ફરિયાદ

તમામ માલ મિલકત વેચાઈ ગયા બાદ કંટાળેલા યુવાને કર્યા ઝેરના પારખા

ભુજ, તા.૨૭: રાપરમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને વ્યાજખોરોની દાદાગીરીથી કંટાળીને ઝેર પી લેતા ચકચાર મચી ગઇ છે. રાપરમાં રહેતા અને ડ્રાઇવીંગ કરતા ૨૦ વર્ષીય અલીમામદ મોબીને બે વર્ષ પહેલાં રાપરના જ ઇમામશા હનીફશા શેખ અને કુતુબશા મેરશા શેખ પાસેથી ૬ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા વ્યાજે લેનાર યુવાન અલીમામદ ઊપરાંત તેના પિતા મોબિન મેમણ દ્વારા અલગ અલગ સાક્ષીઓની હાજરી માં ૩ લાખ, ૫ લાખ, ૫ લાખ, ૩ લાખ અને ફરી ૩.૭૦ લાખ એમ કુલ મળીને પાંચ હપ્તામાં રૂપિયા ૧૯.૭૧ લાખ ચૂકવી દીધા હતા.

તમામ મિલકત વેંચીને રૂપિયા આપી દીધા પછી પણ ઉદ્યરાણી ચાલુ રખાતાં કંટાળીને અલીમામદે ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રાપર પોલીસે આ અંગે બંને વ્યાજખોરો ઇમામશા અને કુતુબશા શેખ વિરુદ્ઘ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:14 am IST)