Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ભચાઉ સબ જેલમાં કેદીઓને દારૂ, નોકર, એરકુલર, ટીવીની સુવિધા આપનાર ગાર્ડની ધરપકડ

જેન્તી ડુમરાને હવે ગાંધીધામ જેલમાં ખસેડાયો- ભાનુશાલી હત્યા કેસના છબીલ પટેલ સહિતના આરોપીઓ હવે એક જ જેલમાં!!

ભુજ, તા.૨૭: જેન્તી ભાનુશાલી હત્યા કેસ અને IDBI બેંક લોન કૌભાંડના હાઈપ્રોફાઈલ કેસના આરોપી જેન્તી ડુમરાને ભચાઉની સબજેલમાં દારૂ, ખાનગી નોકર, એર કુલર, ટીવી, ખુરશી સહિતની સુવિધાઓ આપનાર જેલ ગાર્ડ ડાહ્યા મોતી કોલીની સામે પોલીસે ગુનો નોંધ્યા પછી તેની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. તો, જેન્તી ડુમરાને પોલીસે હવે ગાંધીધામની ગળપાદર જેલમાં ખસેડયો છે. જોકે, ગળપાદર જેલમાં જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં જેન્તી ડુમરા સાથે ઝડપાયેલા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિતના અન્ય આરોપીઓ પણ છે. બીજી તરફ ભચાઉ જેલ ગાર્ડ દ્વારા આરોપીઓને પુરી પડાયેલ વીઆઇપી સગવડ પાછળ અન્ય કોણ કોણ સામેલ છે, તે અંગે પૂર્વ કચ્છ એસઓજી પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:14 am IST)