Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ગીરમાં સિંહણની પજવણીનો LIVE વીડિયો વાયરલ:વન વિભાગ કશું બોલવા તૈયાર નથી

એક શખ્સ હાથમાં મરઘી લઈને સિંહને પ્રલોભન આપતો નજરે પડે છે :સિંહણ આવીને મરઘીને ઉપાડી જાય છે

સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનનો વધુ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં એક શખ્શ સિંહણની પજવણી કરતો નજરે ચડે છે હજુ  થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ સિંહણની પજવણી કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિએ ગેરકાયદે સિંહદર્શનની સાથે સાથે સિંહણની પજવણી પણ કરી રહ્યા. હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો ગીર-સોમનાથ, ઉના કે પછી ધારીનો હોઈ શકે છે.

    આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિના હાથમાં મરઘી છે અને તે સિંહને પ્રલોભન આપી રહ્યો છે. સામે દૂર એક સિંહણ દેખાય છે. આ શખ્સ તેને મરઘી દેખાડી રહ્યો છે. એ થોડો દૂર હટી જાય છે. ફરી નજીક આવી મરઘીનો સિંહણ સામે ઘા કરે છે. થોડીવાર નીરવ શાંતિ છવાઈ જાય છે. ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઈ જાય છે.

  જો કે આ લાઈવ વીડિઓ બાદ વન વિભાગ દ્વારા આ મુદ્દે કશું બોલવા તૈયાર નથી આ સિવાય બીજા અન્ય વિડિઓ પણ એટલા ચોંકાવનારા છે કે વન વિભાગ કોઈ પણ કિંમતે તે બહાર લાવતા ડરી રહ્યું છે.

    ગેરકાયદે લાયન શો સિંહ માટે હાનિકારક છે. આવા લાયન શોથી સિંહ પાલતુ જેવો બની જાય છે.સરકારે હાલમાં જ જંગલની બહાર વસતા 200 જેટલા સિંહોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઈનને મંજુર આપી છે પણ અહીં તો જંગલમાં વસતા સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થાય છે. શું આવી રીતે સિંહોનું સંવર્ધન અને સુરક્ષા થશે? તેવા સવાલ ઉઠી રહ્યાં છે

 

(7:57 pm IST)