Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

લીંબડી- ચુડા પંથકમાંથી ૧પ.પ૦ લાખો દારૂ પકડાયો : બુટલેગર નાસી છુટ્યા

સુરેન્દ્રનગર : ચુડા તાબેના કોરડા ગામે સમઢિયાળા જવાના રસ્તે સરકારી ખરાબાની સીમા દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીનાં આધારે પાણશીણા પોલીસ દરોડો પાડ્યો હતો. અને રૂ. ૧ર.૬૦ લાખની કિંમતી ૩૩૪ પેટી દારૂનો જથ્થો રેઢો મળી આવતા કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોરડા ગામના ઉદય દેવાયત કાઠીનો હોવાનું ખુલતા શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન કોરડા ગામનો બુટલેગર ઉદય દેવાયત કાઠી દારૂ ભરેલી કાર સાથે નીકળવાનો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ઉદય કાઠી દારૂ ભરેલી કાર સાથે નીકળતા પોલીસે પીછો કરતા ઉદય કાઠી હાઇવે પર આવેલી નસીબ અપના અપના હોટલના બેદમાનમાં કાર રેઢી મુકી નાસી છુટયો હતો

(12:17 pm IST)