Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

બીલખા નજીક એસ.ટી. બસમાં ક્ષતિ સર્જાતા બસ પલ્ટી મારી : ડ્રાઇવરને ગંભીર ઇજા

જુનાગઢ :  જુનાગઢ- બિલખા જેતપુર રૂટની એસ.ટી. બસ નં. જી. જે. -૧૮ વાય. ૬૪૩૪ સવારે બિલખા જઇ રહી તી ત્યારે બિલખા નજીક સ્ટિયરીંગનો રોડ તુટી જતા ચાલકે કાબુ ગુમાવતા બસ રસ્તા નીચે ઉતરી ઉંધી પડી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઇવરને ગંભીર ઇજા પહોંચી હતી. જો કે એસ.ટી. બસમાં માત્ર ત્રણ જ ઉતારૂઓ હતા અને બસનો આગળનો કાચ તૂટી ગયો હતો.

(12:16 pm IST)