Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

પુત્રવધુએ કોર્ટ કેસ કરતા વ્યથિત વૃધ્ધે ઝેર ગડગડાવ્યું

ખંભાળિયા : પુત્રવધુ દ્વારા કોર્ટ કેસની કાર્યવાહીથી વ્યથિત વૃધ્ધે ઝેરી દવા પીતા સારવારમાં ખસેડયા છે. દ્વારકામાં ટીવી સ્ટેશન પાસે રહેતા દેવશીભાઇ ખીમાભાઇ લગારીયા નામના આહિર વૃધ્ધે ગઇ તા. રર મીના રોજ ઝેરી દવા પી લેતા તેમને વધુ સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દેવશીભાઇના નાના પુત્રના પત્નિ રિસામણે હોય અને પોતે કોર્ટમાં કેસ દાખલ કરવાનું કેહતા તેમને મનમાં લાગી આવતા પોતાના ઘરે જ ઝેર પીધુ હોવાનું દ્વારકા પોલીસમાં જાહેર થયું છે.

(12:16 pm IST)