Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ઓમાનના તોફાનમાં પાંચ બોટની જળસમાધિ : એક ખલાસીનું મોત

જામસલાયાની ત્રણ બોટ અને પ૦ ખલાસી સંપર્ક વિહોણા : ડૂબી ગયેલી બોટના મોટાભાગના ખલાસીઓનો બચાવ

જામસલાયા : માંડવી : અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા મેકુનું વાવાજોડુ ઓમાનના સલાયા બંદર તરફ ફટાંતા ત્યાં ભારે ખાનાખરાબી થઇ છે અને સૌરાષ્ટ્ર-કચ્છની બોટોને પણ નુકશાન થયું છે. ચાર ભારતીય અને એક ઇરાની સહિત પાંચ બોટે જળસમાધિ લીધી છે. જયારે જામસલાયાની નાશ પામેલ બોટના આઠ પૈકી પાંચ ખલાસી સલામત રીતે દરિયા કિનારે પહોંચી ગયા છે જયારે લાપતા ખલાસીઓમાંથી એક ખલાસીની લાશ મળી આવી છે. આ વાવાઝો ડાના કારણે જામસલાયાની ૯ બોટને વ્યાપક નુકશાન થયું છે જયારે ત્રણ બોટ અને સૌરાષ્ટ્રના પ૦ જેટલા માછીમારો હજીસંપર્ક વિહોણા છે.

(12:15 pm IST)