Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

આંદોલન દરમિયાન માલધારીનું મોત થતા કોંગ્રેસ માલધારી સેલે લખ્યો પત્ર : વલ્લભીપુર તાલુકામાં ગૌચર બચાવ આંદોલન અંગે મુખ્યમંત્રીને રજૂઆત

         મોરબી:  માલધારી પરિવારએ ગૌચર જમીન ફાળવવા માટે શરુ કરાયેલ પ્રતિક ઉપવાસમાં તાલુકન ચમારડી ગામના માલધારી સેવાભાઈ ભરવાડની તબિયત લથડતા ભાવનગર હોસ્પિટલમાં તેમનું દુખદ અવસાન થયું હતું જે મામલે કોંગ્રેસ માલધારી સેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે.

        ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ રાજ્યના મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે સ્વ. રેવાભાઈ ભરવાડ સ્થાનિક તંત્ર પાસે માલધારીઓ માટે ગૌચરની જમીન પર થયેલ દબાણ હટાવવાના આંદોલનમાં જોડાયેલ ગત તા. ૧૪ મેંથી તાલુકા પંચાયત સામે પ્રતિક ઉપવાસ ચાલુ હોય છતાં તંત્ર દ્વારા લાપરવાહી દાખવી છે અને યોગ્ય પગલા ભર્યા નથી જે દરમિયાન આંદોલન ચલાવનાર આ વ્યક્તિનું મોત થયું છે તે સમસ્ત સમાજ માટે આઘાતજનક છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગૌચર અને વાડાની જમીન મળવા માલધારી પરિવારો દ્વારા નિયમાનુસાર માંગણી કરી રહ્યા છે અને તેઓનો યોગ્ય પ્રતિભાવ ના મળતા માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યા છે અને આંદોલનમાં એક વ્યક્તિનું મોત થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શક્ય તેટલી ઝડપે ગૌચર જમીન ફાળવવા તથા ઉપવાસ આંદોલનમાં મરણ જનાર માલધારી સ્વ. રેવાભાઈને રૂ. ૨૫ લાખની સહાય અને તેના પરિવારની એક વ્યક્તિને સરકારી નોકરી આપવા માંગ કરવામાં આવી છે. તો જીલ્લાના સ્થાનિક અધિકારીઓએ ગૌચર અંગેની ફરિયાદ અંગે કેમ કોઈ કાર્યવાહી ના કરી તેની સામે પગલા લેવાની માંગ કરવામાં આવી છે. સરકારે મોટા ઉદ્યોગપતિઓને ગૌચર જમીનો ખેરાત કારેલ છે અને જરૂરતમંદ માલધારીઓને જમીન ના આપી અન્યાય કરવામાં આવ્યો છે જેથી યોગ્ય નિર્ણય લેવાની માંગ કરવામાં આવી છે.

(11:49 am IST)