Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોરબી જયદીપ એન્ડ કંપની દ્વારા મોરબી અને માળિયા (મી) યોજાયેલ કેમ્પમાં 286 માંથી 26 ના રિપોર્ટ પોઝીટીવ આવ્યા.

માળીયાના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાયો

મોરબી : મોરબીની જયદીપ એન્ડ કંપની દ્વારા આજે માળીયા તાલુકાના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવ્યા હતા જેમાં 200 લોકોના ટેસ્ટ કરવામાં આવતા માત્ર 13 લોકો જ કોરોના પોઝિટિવ આવ્યા હતા.
જયદીપ એન્ડ કંપનીના દિલુભા ઉદેસિંહ જાડેજા, જયુભા ઉદેસિંહ જાડેજા અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા આજે માળીયા તાલુકાના વવાણીયા, જાજસર સહિતના 10 ગામોમાં કોરોના રેપીડ ટેસ્ટ માટે અલગ – અલગ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં અંદાજે 200 લોકોના ટેસ્ટ કરવામાં આવતા કુલ 13 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ના હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ મા પણ આ કંપની દ્વારા મોરબી તેમજ આજુબાજુના ગ્રામ્ય પંથક મા વસતા રાજપૂત સમાજના લોકો માટે ટેસ્ટ કેમ્પનું આયોજન કરાયું હતું અને તેમા 86 લોકોને ટેસ્ટ કરાવ્યા હતા અને તેમા પણ 13 કેશ પોઝીટીવ નોંધાયા હતા

(9:56 pm IST)