Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મોરબીમાં ઓરપેટ ગ્રુપ આયોજિત રેપીડ ટેસ્ટ કેમ્પનો દસ દિવસમાં ૬૦૦૦ લોકોએ લાભ લીધો

૬૦૦૦ લોકોના ટેસ્ટ કર્યા જેમાં ૮૦૦ પોઝીટીવ હોવાની માહિતી.: કૅમ્પમાં છેલા દિવસે ૪૨૨ લોકોને ટેસ્ટ કરાવ્યા જેમાંથી ૫૫ લોકો પોઝીટીવ આવ્યાં હતાં.

મોરબીમાં કોરોના મહામારીને પગલે ઓરપેટ ગ્રુપ દ્વારા રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન છેલ્લા દસ દિવસથી કરવામાં આવી રહ્યું છે છેલ્લા ૧૦ દિવસમાં ૬૦૦૦ લોકોએ કેમ્પનો લાભ લીધો હતો અને ૬૦૦૦ ટેસ્ટ કર્યા હોય જેમાં ૮૦૦ લોકો પોઝીટીવ હોવાની માહિતી મળી છે
મોરબીના સરદાર બાગ નજીક ઓરપેટ ગ્રુપ દ્વારા કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજવામાં આવી રહ્યા છે જેમાં ૧૦ દિવસની શિબિરમાં અનેક લોકોએ લાભ લીધો હતો ૬૦૦૦ જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી
ઓરપેટ ગ્રૂપના ડિરેક્ટર નેવિલ પટેલે કહ્યું, “આ મુશ્કેલ સમય છે અને યોગ્ય પરીક્ષણ સુવિધાઓનો અભાવ એ કોવિડ પડકારને વધારે છે. અમારા નિ:શુલ્ક રેપિડ ટેસ્ટ કેમ્પ દ્વારા, અમે આશા રાખીએ છીએ કે અમે અમારા લોકો અને સરકારને ફરજિયાત પ્રોટોકોલ જાળવી રાખતા વાયરસના પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ કરવામાં મદદ કરીશું. કેમ્પમાં આરએસએસના અગ્રણીઓ અને સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે

(6:35 pm IST)